• Gujarati News
  • કિડની ડોનેશનમાં ૬૦ ટકા મહિ‌લાઓ!

કિડની ડોનેશનમાં ૬૦ ટકા મહિ‌લાઓ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
૧૩ માર્ચ, ગુરુવારે વિશ્વભરમાં કિડની દિવસ તરીકે મનાવવામાં આવે છે.કિડની અવેરનેસના કાર્યક્રમો પણ થશે, પણ વ્યકિતની કિડની ફેઇલ થાય ત્યારે માત્ર મહિ‌લાઓજ ડોનેશન માટે આગળ આવતી હોય છે તે વાતને જોરશોરતી કહેવાતી નથી. એક તબીબે તો ત્યાંથી સુધી કહ્યું કે પુરુષો માત્ર વાત કરવામાં જ હોંશિયાર હોય છે જયારે પણ નજીકના સ્વજનને કિડની દાન કરવાની વાત આવે ત્યારે પુરુષો બહાના બતાવીને છટકી જતા હોય છે, પણ તેની સરખામણીમાં જયારે પરિવારમાં પુત્રને, પતિને અથવા નજીકના સ્વજનને કિડની દાન કરવાની વાત આવે ત્યારે મહિ‌લાઓ ક્ષણનો પણ વિચાર કર્યા વગર સંમતિ આપી દે છે.કિડની દાન પછી વ્યકિતના ચહેરા પર સ્મિત રેલાવવામા,અનેકના જીવનને નવપલ્લવ કરવામાં, હારેલી જિંદગીમાં ફરી જીતના રંગ ભરવામાં કે જીંદગીને સુમધુર કરવામાં મહિ‌લાઓના ત્યાગની, સંવેદનાની, તેમની ભાવનાઓની આજે પણ પુરુષ પ્રધાન સમાજમાં કદર થતી નથી.સુરતમાં પણ આવો જ સિનારિયો છે. દિવ્ય ભાસ્કરે તપાસ કરી તો ખબર પડી કે જેમણે પણ કિડની દાન મેળવ્યું છે અથવા નજીકના દિવસમાં કિડની દાન મેળવવાના છે તેમાના મોટે ભાગના લોકોને સ્ત્રીઓએ જ કિડની દાન કર્યુ છે.અમદવાદના તબીબના કહેવા મુજબ ગુજરાતમાં ગયા વર્ષે પપ૦ જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન થયા હતા તેમાંથી ૩૦૦ જેટલી મહિ‌લાઓએ કિડનીનું દાન કર્યુ હતું.