• Gujarati News
  • દુષ્કર્મ કેસમાં કિશોરનો કેસ જુવેનાઇલમાં ૃચ્ ’સુરત રાંદેર રોડ પર રહેતી એક તરૂણીને એક કિશોરે ખંડ

દુષ્કર્મ કેસમાં કિશોરનો કેસ જુવેનાઇલમાં ૃચ્/’સુરત રાંદેર રોડ પર રહેતી એક તરૂણીને એક કિશોરે ખંડેર હાલતમાં પડેલાં એક મકાનમાં લઈ જઈ તરૂણીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યુ\' હતું. આ કેસમાં કિશોરના મિત્ર દ્વારા પણ તરૂણીને ભોગ બનાવાઈ હતી. આ કેસમાં પોલીસે કિશોરને પુખ્તવયનો ગણીને સબ જેલમાં મોકલી અપાયો હતો. આ કેસમાં કિશોરની જામીન અરજી પણ અગાઉ કરાઈ હતી જે કો‌ર્ટે રદ પણ કરી હતી. જો કે, પાછળથી કિશોરના વકીલ એ સાબિત કરવામાં સફળ રહ્યા હતા જેની સામે દુષ્કર્મનો આરોપ લગાવાયો છે તે તો હજી પુખ્તવયનો જ નથી એટલે કો‌ર્ટે આજે સમગ્ર કેસને જુવેનાઇલ કો‌ર્ટમાં ચલાવવાનો આદેશ કર્યો હતો.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત

રાંદેર રોડ પર રહેતી એક તરૂણીને એક કિશોરે ખંડેર હાલતમાં પડેલાં એક મકાનમાં લઈ જઈ તરૂણીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યુ\\\' હતું. આ કેસમાં કિશોરના મિત્ર દ્વારા પણ તરૂણીને ભોગ બનાવાઈ હતી. આ કેસમાં પોલીસે કિશોરને પુખ્તવયનો ગણીને સબ જેલમાં મોકલી અપાયો હતો. આ કેસમાં કિશોરની જામીન અરજી પણ અગાઉ કરાઈ હતી જે કો‌ર્ટે રદ પણ કરી હતી. જો કે, પાછળથી કિશોરના વકીલ એ સાબિત કરવામાં સફળ રહ્યા હતા જેની સામે દુષ્કર્મનો આરોપ લગાવાયો છે તે તો હજી પુખ્તવયનો જ નથી એટલે કો‌ર્ટે આજે સમગ્ર કેસને જુવેનાઇલ કો‌ર્ટમાં ચલાવવાનો આદેશ કર્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એક રીતે જુવેનાઇલ ઠર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે રાંદેર રોડ ખાતે રહેતી એક તરૂણી નજીકમાં જ ટયુશન કલાસ જતી હતી. તા. ૨૮-૧-૨૦૧૩ના રોજ કિશોર વયના એક મિત્ર સાથે વાત કરી રહી હતી ત્યારે તરૂણીના પિતા તેને જોઇ ગયા હતા. આથી કિશોર તેને ત્યાંથી બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. રાત્રિ થઈ ગયા બાદ બંને જણા સાથે કિશોરનો મિત્ર પણ જોડાયો હતો. ત્રણેય જણાં પાલનપુર પાટિયા સ્થિતના એક ખંડેર મકાનમાં રોકાયા હતા. જ્યાં કિશોર દ્વારા તરૂણીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરાયું હતુ. કિશોરના ગયા બાદ તેના મિત્રએ પણ બે વાર તરૂણી જોડે દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી હતી. જેમાં પોલીસને અગાઉ એમ હતુ કે આ કિશોર ૧૮ વર્ષની ઉપરનો છે. પરંતુ આજે એડિશનલ સેશન્સ જજ મંગેશ મેંગડેની કો‌ર્ટમાં અગાઉનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર સાબિત થયો હતો. એટલે કો‌ર્ટે સમગ્ર કેસ જુવેનાઇલ કો‌ર્ટમાં તબદીલ કરી દીધો હતો.