• Gujarati News
  • ટ્રેનના દરવાજા પર સામાન સાથે ઉભા રહ્યા તો પ૦૦નો દંડ

ટ્રેનના દરવાજા પર સામાન સાથે ઉભા રહ્યા તો પ૦૦નો દંડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત
વેકેશન કે રજાના ટાંકણે સામાન સાથે કે પછી એકલા ટ્રેનના દરવાજા પાસે ઉભા રહ્યાંતો રેલવે પ્રોટેકશન ફો‌ર્સ અને ટિકીટ ચેકર તમને રૂ.પ૦૦નો દંડ ફટકારી શકે છે. પ્રથમ વખત રેલવે બો‌ર્ડ‌ દ્વારા આ નિયમ લાગુ કરી દેવાયો છે. તેમાં હાલામાં સામાનને રસ્તા પર મૂકી રાખતા લેભાગુ તત્વોને કારણે લોકોએ ના છૂટકે ઉલ્ટા દરવાજાથી ઉતરવું પડે છે. તેથી ટ્રેનની નીચે કપાઇ જવાની ઘટનાઓ વ્યાપક પ્રમાણમાં બની રહી છે. છેલ્લા વર્ષમાં ટ્રેનના દરવાજા પર ઉતરતી વેળાએ સામાન હોવાને કારણે લોકો અકસ્માતનો ભોગ બન્યા હોય તેવી સંખ્યાબંધ ઘટનાઓ ઘટી છે. તેથી રેલવે બો‌ર્ડ‌ દ્વારા આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન સુરત રેલવે પ્રોટેકશન ફો‌ર્સ દ્વારા આ કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં આવા દસ જેટલા લોકોને દંડિત કરવામાં આવ્યા છે જેઓ તેમના સામાન લઇને ટ્રેનનો દરવાજો રોકયો હતો.