• Gujarati News
  • કો‌ર્સ શરૂ કરતા પહેલા જ છબરડો, ફિઝીયોથેરાપીનો સ્પેલિંગ જ ખોટો!

કો‌ર્સ શરૂ કરતા પહેલા જ છબરડો, ફિઝીયોથેરાપીનો સ્પેલિંગ જ ખોટો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટી ખાતે આગામી ૨પમી માર્ચના રોજ સેનેટની સભા મળનાર છે. આ સભા અગાઉ જ ફિઝીયોથેરાપી કો‌ર્સને સ્ટેચ્યુટમાં સામેલ કરવાની પ્રોસેસમાં ફિઝીયોથેરાપીની સ્પેલિંગ જ ખોટી લખાતા વિવાદ જાગ્યો છે. જો આ બાબત ધ્યાન પર આવી ન હોત તો કાયમ માટે ખોટા નામની જ ડિગ્રી વિદ્યાર્થી‍ઓને મળી હોત. જો કે, હજી પણ સ્ટેચ્યુટમાં મોકલતા પહેલાં યુનિવર્સિ‌ટીના સત્તાધીશો આ ભૂલ સુધારે તો સારું.
આજે સેનેટની મિંટિગમાં માટેની મિનિટ્સ સેનેટ સભ્યો પાસે પહોચી હતી તેમાં યુનિવર્સિ‌ટીએસ જે બૅચલર ઓફ ફિઝીયોથેરાપી ડિગ્રી રજકોષ ચાલુ કર્યો છે તેને સ્ટેટયુટમાં દાખલ કરવાની પ્રોસેસ કરવાની છે સેનેટ તેની પર મંજૂરીની મહોર લગાવશે જો કે, લોચો ત્યારે થયો જ્યારે કેટલાંક સેનેટ સભ્યોના ધ્યાને આવ્યું કે મિનિટમાં બે જગ્યાએ ફિઝીયોથેરાપી લખવામાં ભૂલ કરવામાં આવી છે. જો આ ભૂલ ભરેલી સ્પેલિંગ જ જો ગર્વનર પાસે જતી રહે તો કાયમ માટે વિદ્યાર્થી‍ઓને આ જ પ્રકારની ડીગ્રી મળે. એટલે વિદ્યાર્થી‍ કશે ડીગ્રી લઇને જાય તો સામેનો વ્યક્તિ ડીગ્રીમાની સ્પેલિંગ વાચીને યુનિવર્સિ‌ટીનું આંકલન કરી લે.