• Gujarati News
  • લિંબાયતમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ આવેગમાં આવી ફાંસો ખાઇ આપઘાત કર્યો

લિંબાયતમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ આવેગમાં આવી ફાંસો ખાઇ આપઘાત કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
લિંબાયતમાં રહેતો એક યુવકે બુધવારે બપોરે પત્ની સાથે ઝઘડો કર્યા બાદ યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મુળ મહારાષ્ટ્રના વતની જ્ઞાનેશ્વર રમેશભાઇ પાટીલ તેના પરિવાર સાથે લિંબાયતના શિવાજીનગરમાં રહેતો હતો. જ્ઞાનેશ્વરને દારૂનો નશો કરવાની આદત હોવાથી હંમેશા નશામાં રહેતો હતો. બુધવારે બપોરે ઘરે આવીને તેણે પત્ની સાથે લડાઇ કરી હતી. લડાઇ થતા તેની પત્ની બાજુમાં રહેતા તેના જેઠને બોલાવવા માટે ગઇ હતી. જેઠને બોલાવીને પાછી આવી ત્યારે મહિ‌લાએ જોતા પતિએ છતના એંગલ સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. જ્ઞાનેશ્વર હમાલીનું કામ કરતો હતો અને દારૂની આદત હોવાથી અવારનવાર નશામાં ઘરે આવીને ઝઘડો કરતો હતો.પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.