• Gujarati News
  • તિરૂપતિ માર્કેટના ઉઠમણામાં ૃચ્ ’૪૦ લેણદારો સામે આવ્યા

તિરૂપતિ માર્કેટના ઉઠમણામાં ૃચ્/’૪૦ લેણદારો સામે આવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
રિંગરોડ બેગમપુરા ખાતે આવેલી તિરૂપતિ માર્કેટના બે વેપારી આયોજનબધ્ધ ઉઠમણું કરીને નાસી ગયાનું જાહેર થતા આ બન્ને સાથે વેપાર કરનારા વેપારીઓ દોડતા થયા છે. બુધવારે લેણદારોની યાદી બનાવવામાં આવતા તેનો આંક ૪૦ ઉપર પહોંચ્યો છે. ઉઠમણાની
રકમ પણ વધવાની શક્યતા જોવાઇ રહી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, રિંગરોડ તિરૂપતિ માર્કેટમાં દુકાન ભાડે રાખીને તૈયાર ડ્રેસ મટિરિયલ્સ ખરીદી જથ્થાબંધ વેપાર કરતા બે રાજસ્થાનીઓએ સામી હોળીએ વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ બન્ને વેપારીઓ નાસી ગયાની જાણ થતા તેના લેણદારોએ પોતાને કેટલી કેટલી રકમ લેવાની થાય છે તેની યાદી બનાવવાની શરૂઆત કરી છે. બુધવારે આ બન્ને વેપારીઓને તૈયાર ડ્રેસ મટિરિયલ્સ વેચનારાઓની યાદીનો આંકડો ૪૦ ઉપર પહોંચ્યો હતો. હજુ પણ આ લેણદારોની યાદીમાં નામ ઉમેરાવાની સંભાવના છે આ ઉપરાંત બન્ને વેપારીઓ પાસે હાલમાં રૂપિયા ૧.પ૦ કરોડ જેટલી રકમ ફસાયાનું કહેવાય છે તે આંકમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં આ બન્ને વેપારીઓ ઉપર તેના લેણદારો દ્વારા દબાણ કરીને તેમને હાજર થવા મજબુર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો આ બન્ને હાજર થાય તો લેણદારો પોલીસ ફરિયાદની આંટીઘુંટીમાં પડવાને બદલે જે કાંઇ રકમ સેટલમેન્ટમાં મળે તે લઇને છુટા થવાના પ્રયાસમાં પણ છે. જો કે, આ બન્ને ક્યાં નાસી ગયા છે અને હાલમાં તેઓ ક્યાં છે તેની જાણકારી મેળવવા માટે તેની ઓળખાણ આપનારાઓ ઉપર લેણદારો દબાણ કરી રહ્યા છે.