• Gujarati News
  • લૂંટ ચોરી કેસમાં પકડાયેલ ધો.૧૦ બે વિદ્યાર્થીઓના જામીન મંજૂર

લૂંટ ચોરી કેસમાં પકડાયેલ ધો.૧૦ બે વિદ્યાર્થીઓના જામીન મંજૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: આજે એડિશનલ સેશન્સ જજ મંગેશ મેંગડેની કો‌ર્ટમાં બે જુદા-જુદા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલાં બે કિશોરને એસએસસી બો‌ર્ડ‌ પરીક્ષા માટે જામીન મંજૂર કરાયા હતા. કો‌ર્ટે હુકમમાં ટાંકયું હતુ કે જો જામીન નહીં આપવામાં આવે તો ભવિષ્યને નુકશાન થઈ શકે છે.
લીંબાયતનો એક કિશર કે જે એસએસસીમાં અભ્યાસ કરે છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી કે તેણે ૨૭-૨-૧૪ના રોજ ટ્રાવેલ્સની એક દુકાનમાંથી એક મિત્ર સાથે મળીને ૩૦ હજારની લુંટ કરી હતી.અન્ય એક કેસમાં અમરોલી ખાતે રહેતા એક કિશરો પોતાના મિત્ર સાથે મળીને ઘર નજીકથી જ એક બાઇકની ચોરી કરી હતી. આ કેસમાં તેની ધરપકડ કરાઈ હતી.