• Gujarati News
  • બો‌ર્ડે‌ દક્ષિણ ગુજરાતમાં એકેય ટેબલેટ જ નથી આપ્યાં

બો‌ર્ડે‌ દક્ષિણ ગુજરાતમાં એકેય ટેબલેટ જ નથી આપ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ સુરત:

આવતીકાલથી એકસાથે એસએસસી અને એચએસસીના બંને પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ડીઇઓની સ્થાનિક ટીમ ઉપરાંત સ્કવોડના અધિકારીઓ પણ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય એ માટે દરેક કેન્દ્ર પર રાઉન્ડ લગાવશે. પરીક્ષા ખંડની ગતિવિધિ પર નજર રાખવા માટે પણ બો‌ર્ડે‌ વ્યવસ્થા કરી છે. કુલ ૧૩૦૦ ટેબલેટ દ્વારા વિડિયોગ્રાફી કરવામાં આવશે. નવાઇની વાત એ છે કે આ પૈકીનું એકેય ટેબલેટ સુરત તો ઠીક સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અપાયું નથી. બો‌ર્ડ‌ના આ પગલાં બાબતે જ્યારે ડીઇઓને પૂછવામાં આવ્યું તો તેમણે બો‌ર્ડ‌નો નિર્ણય છે એમ કહીને સમગ્ર મુદ્દાથી હાથ ખંખેરી નાંખ્યા હતા.