• Gujarati News
  • બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યુ કરવાનું કૌભાંડ પકડાયું

બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યુ કરવાનું કૌભાંડ પકડાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
સગરામપુરાના તલાવડી ચાર રસ્તા પાસે બોગસ લાયસન્સ બનાવવાનું એક મોટું કૌભાંડ પોલીસે ઉજાગર કર્યું છે. પોલીસમાં પકડાયેલો એક ઈસમ ફોટા અને પાનકા‌ર્ડ‌ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિ‌. જેવા પુરાવા લઈ વરાણસી આરટીઓમાંથી લાયસન્સ બનાવી આપતો હતો. લાયસન્સ માટે કોઈ જ પરીક્ષા નહીં અને પછી થોડા દિવસમાં પાકું લાયસન્સ બનાવી આપી ટેવાતું હતું. આ લાયસન્સ વારાણસી આરટીઓમાંથી પણ પાસ થતું ન હતું, આખું લાયસન્સ જ બોગસ બનાવાતું અને તેમાં વારાણસી આરટીઓનાં નામની સહી કરી દેવાઈ હતી. આ કેસમાં વધુ એક ઈસમ વોન્ટેડ જાહેર થયો છે.
અઠવા પોલીસના જણાવ્યા અનુસાર, તલાવડી ચાર રસ્તા પાસે નુરુલહુદા મો. હારૂન અન્સારી ((રહે. ૧૦૪, ઓમનગર, ગલી નં. ૨, ડુંભાલ ટેનામેન્ટ પાસે, લિંબાયત)) નામનો આધેડ જોઈએ તેવા પ્રકારના પાકા લાયસન્સ બનાવી આપે છે, એવી બાતમી કોન્સ્ટેબલ રાજુ ભીમાને મળી હતી. પીઆઈ ડી. ડી. સોઢાની સૂચનાથી પીએસઆઈ આર. બી. વાણીએ નુરુલહુદાની ઓફિસે દરોડો પાડયો હતો.
પોલીસને અહીંથી અલગ અલગ નામ-સરનામાવાળા ૪૨ પાકા લાયસન્સ મળી આવ્યા હતા. આ તમામ લાયસન્સ યુપીના વારાણસી આરટીઓમાંથી ઇશ્યુ થયા હોય તે રીતની વિગતો તેના પર વિગતો લખાયેલી હતી. પોલીસને શંકા છે કે, આ તમામ લાયસન્સ બોગસ છે. નુરુલહુદાની પૂછપરછ કરતાં ખબર પડી કે, વારાણસી કો‌ર્ટની બહાર અજય નામનો એક ઇસમ બેસે છે, જેનો સંપર્ક કરી આ લાયસન્સ બનાવવામાં આવતા હતા. છેલ્લા ૬ મહિ‌નામાં નુરુલહુદાએ આવા ૧૦૦થી વધુ લાયસન્સ બનાવ્યા છે.