• Gujarati News
  • કુરીયર કર્મચારીએ પા‌ર્સલમાંથી ૩.૬પ લાખની મતા ચોરી

કુરીયર કર્મચારીએ પા‌ર્સલમાંથી ૩.૬પ લાખની મતા ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: કુરીયર કંપનીના કર્મચારીએ દુકાનદારોએ મંગાવેલા પા‌ર્સલ તોડીને તેમાંથી મોબાઇલ ફોન અને જ્વેલરીની બારોબાર ઉઠાંતરી કરતા તેના વિરૂધ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ કર્મચારીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.
કડોદરા બ્લ્યુ ડા‌ર્ટ એક્સપ્રેસ કુરીયર કંપનીમાં નોકરી કરતા શિવપ્રસાદ ઉર્ફે ચીન્ટુ ગજરાજ મિશ્રાએ તેની કંપનીમાં આવતા આનંદ મહેલ રોડ પર આવેલા ધ મોબાઇલ સ્ટો‌ર્સના મોબાઇલ ફોનના પા‌ર્સલ તોડીને તેમાંથી બે નંગ મોબાઇલની ચોરી કરી હતી. ઉપરાંત એલ પી સવાણી રોડ પર આવેલા તનીષ જ્વેલ‌ર્સના સોનાના દાગીના અને લેપટોપ સહિ‌ત કુલ રૂપિયા ૩.૬પ લાખની મતાની ઉઠાંતરી કરી લીધી હતી. કુરીયર કંપનીના પા‌ર્સલ તોડીને થતી ચોરી અંગે તુષારભાઇ બાલુભાઇ પટેલને જાણ થતા તેમણે શિવપ્રસાદ મિશ્રા વિરૂધ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શિવપ્રસાદને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.