• Gujarati News
  • ઊંચી ખરીદી કે ખર્ચા નહીં બતાવનારા સામે આઇટીની ૭.પ૦ કરોડની વસૂલાત

ઊંચી ખરીદી કે ખર્ચા નહીં બતાવનારા સામે આઇટીની ૭.પ૦ કરોડની વસૂલાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ સુરત:

આવકવેરા વિભાગે એવા કરદાતાઓને નોટિસ ફટકારી હતી જેઓ ઊંચી ખરીદી કરતાં હોવા છતાં ટેક્સ ભરતાં નહતા, આવા કરદાતાઓને નોટિસ આપ્યા બાદ આઇટીએ રૂપિયા ૭.પ૦ કરોડની વસુલાત કરી હતી.

આવકવેરા વિભાગના આધારભૂત સૂત્રોએ આપેલી માહિ‌તી અનુસાર અગાઉ સુરત આઇટી વિભાગ દ્વારા ૧પ હજાર જેટલી નોટિસો ઇશ્યુ કરવામાં આવી હતી. આ નોટિસો ક્રેડિટ કા‌ર્ડ‌ની ખરીદી મુખ્ય હતી જેમાં ખરીદનારાઓ યોગ્ય ટેક્સ ભરતા નહતા ઉપરાંત આ રૂપિયા ક્યાંથી લાવ્યા એનો યોગ્ય ખુલાસો પણ કરતાં નહતા. આથી ડિપા‌ર્ટમેન્ટ દ્વારા તેમને નોટિસ ઇશ્યુ કરીને જવાબ માગ્યો હતો. યોગ્ય જવાબ નહીં આપી શકતા તમામ પાસે રૂપિયા ૭.પ૦ કરોડની વસુલાત કરી હતી. ગુજરાતભરમાં આવા કેસોમાં રૂપિયા ૧પ૦ કરોડની વસુલાત થઈ હતી.