• Gujarati News
  • વડોદમાં આગથી સિલાઇ મશીનો ખાખૃચ્ ’સુરત વડોદની ઇન્ડસ્ટ્રીયલમાં સોમવારે આગ લાગતા ૧૦૦ જેટલી સાડીઓ

વડોદમાં આગથી સિલાઇ મશીનો ખાખૃચ્/’સુરત વડોદની ઇન્ડસ્ટ્રીયલમાં સોમવારે આગ લાગતા ૧૦૦ જેટલી સાડીઓઅને સિલાઈ મશીનો બળીગયા હતા. આજે સવારે પોણા નવના અરસામાં વડોદની આર્શિ‌વાદ ઇન્ડસ્ટ્રીયલમાં શો‌ર્ટ સર્કિટના લીધે આગ ફાટી નિકળી હતી. આગના લીધે નજીકમાં જ રાખેલાં સાડીના પા‌ર્સલ પૈકી કેટલાંક પા‌ર્સલ આગની લપેટમાં આવી ગયા હતા જેમાં ૧૦૦ સાડીઓ બળી ગઈ હતી. આ ઉપરાંત છ સિલાઈ મશીનને પણ નુકશાન પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત

વડોદ ખાતે આવલી એક ઇન્ડસ્ટ્રીયલમાં આજે સોમવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ૧૦૦ જેટલી સાડીઓ બળી ગઈ હતી જ્યારે સિલાઈ મશીનને પણ નુકશાન પહોંચ્યવા પામ્યું હતુ. ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ અગાઉ મોટાભાગની આગ પર કાબૂ તો ઇન્ડસ્ટ્રીઝના કારીગરોએ ત્યાના ફાયટરોએજ મેળવી લીધી હતી.

ફાયરના સૂત્રોએ આપેલી માહિ‌તી અનુસાર આજે સવારે પોણા નવના અરસામાં વડોદ ખાતે આવેલી આર્શિ‌વાદ ઇન્ડસ્ટ્રીયલમાં શો‌ર્ટ સર્કિટના લીધે આગ ફાટી નિકળી હતી. આગના લીધે નજીકમાં જ રાખેલાં સાડીના પા‌ર્સલ પૈકી કેટલાંક પા‌ર્સલ આગની લપેટમાં આવી ગયા હતા જેમાં ૧૦૦ જેટલી સાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઉપરાંત છ સિલાઈ મશીનને પણ આગના લીધે નુકશાન પહોંચ્યું હતું. આગ લાગવાની ઘટનાને લીધે ઇન્ડસ્ટ્રીઝમાં સવારની પાળીમાં આવેલાં કારીગરોએ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમ્યાન જ ફાયર વિભાગને પણ આગ લાગવાની ઘટના અંગે જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.આ ઘટનામાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન હતી.