• Gujarati News
  • પીપલોદમાં રાત્રે ૨ વાગ્યે બોલાવેલો ડ્રાઇવર મોડો આવતા શેઠે ફટકાર્યો

પીપલોદમાં રાત્રે ૨ વાગ્યે બોલાવેલો ડ્રાઇવર મોડો આવતા શેઠે ફટકાર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
પીપલોદ વિસ્તારમાં કેટર‌ર્સનું કામ કરતા શેઠે તેના ડ્રાઇવરને સોમવારે રાત્રે બે વાગ્યે માણસોને સ્ટેશન મૂકવા જવાનું હોવાથી બોલાવ્યો.ડ્રાઇવરને આવતા મોડુ થતા શેઠે તેને પટ્ટા વડે માર મારી તેના પગના અને પીઠના ભાગે ઇજા પહોંચાડી હતી.જેથી સારવાર માટે ડ્રાઇવરને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગોપીચંદ રંતુ શાહ((૨૬))પીપલોદ એસએમસી કવોટ‌ર્સમાં રહે છે.જે ગાડી ચલાવતો હતો.પીપલોદમાં કિશન રાજપુતના માણસોને લાવવા મૂકવાની વર્ધી‍ લેતો હતો.કિશન રાજપુત કેટર‌ર્સનો બિઝનેસ કરે છે.જેથી તેણે મંગળવારે વહેલી સવારે ગોપીચંદને ફોન કરી કહ્યું કે હાલમાં આવી જા માણસોને રેલવે સ્ટેશન મૂકવા જવાન છે.ગોપીચંદને આવવામાં થોડુ મોડુ થતા કેમ મોડું થયું તેમ કહી તેને પટ્ટા વડે ખુબ જ માર માર્યો હતો.