• Gujarati News
  • સોના તથા ચાંદીમાં સાધારણ વધઘટ

સોના તથા ચાંદીમાં સાધારણ વધઘટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સ્થાનિકમાં સોનાના ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા જયારે ચાંદીમાં ધીમો ઘટાડો હતો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલ‌ર્સ એસોસિએશનને આપેલા બંધના સમર્થનમાં રાજકોટની બજાર મિશ્ર બંધ રહી હોવાથી ખાસ કામકાજ ન હતા. વિશ્વબજારમાં હાજરમાં સોનું ૧૩૩૮ ડોલર પ્રતિ ઔંશ નજીક પહોંચ્યું હતું. આજે ડોલર સામે રૂપિયો સાત મહિ‌નાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જોકે તેની અસર બુલિયન માર્કેટ પણ નહિ‌વત હતી. રાજકોટ ખાતે સોનું રૂ.૩૦,૮૦૦, અને ચાંદી રૂ.૩૦૦ તૂટી રૂ.૪પ,૮૦૦ના સ્તરે હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૩૦,૬૦૦ અને ચાંદી રૂ.૧૦૦ તૂટી રૂ.૪પ,૬૦૦ હતી. વૈશ્વિક બજારમાં પણ અથડામણ હતી.