• Gujarati News
  • ઈઝરાયેલનું સુપર યુએવી દુનિયા સામે આવ્યું

ઈઝરાયેલનું સુપર યુએવી દુનિયા સામે આવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધુનિક ઉપકરણ માટે પ્રખ્યાત ઇઝરાયેલી લશ્કરના સુપર યુએવીનો પ્રથમ ફોટો પ્રકાશિત થયો છે. ગુપ્ત મિશન માટે લશ્કરનું આ સૌથી મહત્ત્વનું ફ્લાઈંગ વ્હીકલ છે. માનવરહિ‌ત આ વિમાનનું નામ એયરમ્યુલ યુએવી છે. અર્બન એરોનોટિક્સે તેને કાર્ગો ટ્રાન્સપો‌ર્ટ, મેડિકલ મદદ અને રાતના સમયે સૈનિકોને મોરચા સુધી પહોંચાડવા માટે ડિઝાઈન કર્યું છે. તે પ૦૦ કિલો જેટલું વજન વહન કરી શકે છે, કદાચ એટલા માટે જ લશ્કરના એન્જિનિયર તેને ફ્લાઇંગ ડંકી’ પણ કહે છે. વર્ટિ‌કલ ટેકઓફ અને લેન્ડિંગ કરવામાં સક્ષમ આ યુએવી ૨૦૦૮માં બહાર આવ્યું હતું. ૨૦૧૦માં તેનું પરીક્ષણ કરાયું. હવે તેને લશ્કરમાં સામેલ કરી દેવાયું છે. તે ૧૮પ કિમી પ્રતિકલાકની ઝડપે ૩,૬પ૭ મીટરની ઊંચાઈ સુધી ઉડ્ડયન ભરી શકે છે. ઇર્‍ેખ્ક્ૂર્‍.ેગ્ક્