• Gujarati News
  • આઇ ફોલો,કેન્સરનો ઇલાજ છે,અકસ્માતનો નથી’

આઇ ફોલો,કેન્સરનો ઇલાજ છે,અકસ્માતનો નથી’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
યોગીચોકની એક શાળામાં અભ્યાસની સાથેસાથે બાળકોની આંતરિક શક્તિઓ બહાર આવે તે માટે ગણિત, વિજ્ઞાન અને સાંસ્કૃતિક પ્રદર્શન સહિ‌તનું ત્રીદિવસીય કાર્યક્રમ તા. ૯,૧૦ અને ૧૧મી માર્ચ દરમિયાન યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા અન્ય સંસ્થાઓએ મળીને પ્રદર્શનમાં જુદા જુદા પ્રકારના પ્રોજેક્ટ તૈયાર કરાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ સહિ‌ત મોટી સંખ્યામાં વાલીઓએ પણ ઉત્સાહ બતાવ્યો હતો. યોગીચોકની અક્ષરધામ શાળામાં ધો.૧થી ૧૦ના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો દ્વારા ગણિત, વિજ્ઞાન અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં વિવિધ કૃતિઓ પ્રદર્શિ‌ત કરી હતી. જેમાં શાળાના ગેટથી શરૂઆત કરતાં રામકુટિયા, પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડતી ઇન્ટરનેશનલ મેરીટાઇમ ટ્રેડ માટે જણાતી પનામા કેનાલ’, હાઇડ્રોલિક મુવમેન્ટ કરતું જેસીબી મશીન, રીફાઇનરી, વેસ્ટમાંથી બેસ્ટ, બેંક, કરન્સી, ભારત અને વિદેશના લોકોનું કલ્ચર, ગ્રામીણ કલ્ચર, આઇફોલો ટ્રાફિક નિયમન, વિજ્ઞાનના પ્રયોગો તથા પાણીના શુદ્ધિકરણ વગેરેનો સમાવેશ હતો. આ પ્રદર્શનમાં લોકોનો ભારે પ્રતિસાદ સાંપડયો હતો.