• Gujarati News
  • ટોપી : ગુ નાખોરી પીરસતી સિરિયલ સમાજ માટે લાલબત્તી !હેડિંગ : સીઆઇડી સિરીયલના રવાડે ૧૩ વર્ષના બાળકે

ટોપી : ગુ નાખોરી પીરસતી સિરિયલ સમાજ માટે લાલબત્તી !હેડિંગ : સીઆઇડી સિરીયલના રવાડે ૧૩ વર્ષના બાળકે પોતાના જ ઘરમાં ચોરી કરીપેટા-વરાછામાં ૧૩ વર્ષના કિશોરને બેભાન કરી રૂપિયા ૧.૭૦ લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો : કિશોરે ઘરમાંથી ચોરી કરી પેટી પલંગમાં મુદ્દામાલ સંતાડી દીધો હતો : સીઆઈડી સિરિયલ જોઈ ઘરમાં લૂંટારૂ ત્રાટક્યા હોવાની વાર્તા ઘડી પોલીસને દોડતી કરી હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
વરાછામા ૧૩ જ વર્ષના કિશોરે સીઆઇડી સિરિયલ થી પ્રેરાઈ તેના જ ઘરમાં ૧.૭૦ લાખના દાગીના ચોરી કર્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીઆઇડી સિરીયલની કોઈ સ્ટોરી મુજબ જ તેણે ક્લોરોફોર્મ સુંઘાડી અજાણ્યા બે લુટારૂ લૂંટ ચલાવી ગયા હોવાની આખી સ્ટોરી ઉપજાવી કાઢી હતી. પરંતુ બે દિવસ બાદ વરાછા પોલીસની તપાસમાં સમગ્ર વાત ઉજાગર થઈ હતી. આખરે બે દિવસ બાદ ભાંડો ફુટયો હતો.
૮ માર્ચે વરાછાના એક ડાયમંડ હાઉસમાં એસો‌ર્ટર તરીકે કામ કરતા પરિમલભાઈ પટેલના ઘરે તેની પત્ની કલ્પનાબેન સવારે પોણા અગિયારથી સાડા અગિયારેક વાગ્યા દરમિયાન પુત્રીને સ્કૂલે લેવા ગયા હતા. ઘરે ૧૩ વર્ષી‍ય પુત્ર સંજય ((નામ બદલ્યા છે)) એકલો હતો. પુત્રીને લઈને કલ્પનાબેન પરત ફર્યા ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને પુત્ર સંજય બેહોશ હોવાનુ જણાયું હતું. કબાટ અને તિજોરી ખુલ્લી હતી. કલ્પનાબેને પાણી છાંટયા બાદ સંજય ભાનમાં આવ્યો હતો. સંજયે ઘરમાં બે અજાણ્યા ઈસમો મોઢે રૂમાલ બાંધીને આવ્યા બાદ કબાટમાંથી ચોરી કરી ગયા હોવાની કેફિયત માતા સમક્ષ વર્ણવતા કલ્પનાબેનના હોશકોશ ઊડી ગયા હતા. ઘટનાથી હતપ્રભ કલ્પનાબેને ફોન કરીને પતિ પરિમલભાઈને ઓફિસેથી બોલાવ્યા હતાં. કબાટમાં તપાસ કરતા ૧.૭૦ લાખના સોનાના ઘરેણાં સહીતનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનુ જણાયુ હતું. પરિમલભાઈએ બનાવ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસ મથકના પીએસઆઈ નિનામાં તેમજ પીઆઈ ટી.કે.પટેલે તપાસ હાથ ધરી હતી. મામલો સંગીન હતો અને બે દિવસ સુધી પોલીસ એપા‌ર્ટમેન્ટના રહીશો, આસપાસના રહીશોની પુછપરછ કરી હતી પરંતુ બે લુટારૂ અંગેની કોઈ કડી હાથ લાગી ન હતી. પીઆઈ પટેલે કલ્પનાબેન તેમજ સંજયની ઉલટ તપાસ કરતાં તેમને પ્રથમથી જ ઘટના શંકાસ્પદ અથવા તો કોઈ ચોક્કસ જાણભેદૂનો હાથ હોવાનુ લાગતું હતું. સંજયની ફરીફરીને પૂછપરછ કરતા છેવટે પડી ભાંગેલા આ બાળકે જ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસ અને પરિવારજનો પણ ચોંકી ઉઠયા હતાં.