• Gujarati News
  • ચૂંટણીમાં વોટ્સએપ, ફેસબુક પર પણ બાજ નજર રહેશે

ચૂંટણીમાં વોટ્સએપ, ફેસબુક પર પણ બાજ નજર રહેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત
સામી ચૂંટણીએ હાઇ ટેક મોબાઇલ અને ઈન્ટરનેટ પર દરેક રાજકીય પાર્ટી‍ મતદારોને આકર્ષવા એકબીજાને નીચા પાડવા તથા નકારાત્મક પ્રચાર અને પ્રસાર કરવા મર્યાદાઓ ઓળંગી છે. આગામી દિવસોમાં દરેક રાજકીય પાર્ટી‍ને આચારસંહિ‌તામાં બાંધી દેવામાં આવશે. ઉમેદવારોએ અને રાજકીય પાર્ટી‍ઓને આગામી દિવસોમાં આવા પ્રચાર અને પ્રસાર પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, તેનો હિ‌સાબ રજૂ કરવો પડશે. વોટસઅપ, ફેસબુક જેવી સાઇટ્સ હાલ ભારે ચર્ચામાં આવી છે. દરમિયાન દેશના ઇલેકશન કમિશન દ્વારા આ માટે ચોક્કસ ગાઇડ લાઇન તૈયાર કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં ઘોષિત કરવામાં આવશે. સુરત કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ આ વિગત જણાવી હતી.સમગ્ર રાજ્યમાં યુવા મતદારોની સંખ્યામાં ૨.૮ ટકા જેટલો વધારો થયો છે. સુરત શહેરમાં કુલ ૭૮ હજાર જેટલા મતદારો દ્વારા પ્રથમ વખત મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવામાં આવશે.