• Gujarati News
  • વકીલ પતિ અને પોલીસ સસરાએ પુત્રવધુનો ગર્ભપાત કરાવ્યો

વકીલ પતિ અને પોલીસ સસરાએ પુત્રવધુનો ગર્ભપાત કરાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
નવાગામ ડિંડોલીમાં રહેતી યુવતીના લગ્ન ઉઘનામાં રહેતા એક વકીલ સાથે થયા હતા.લગ્ન બાદ તેને ત્રાસ આપી દહેજની માંગણી કરવામાં આવતી હતી.આ બાબતે ઉધના પોલીસમાં શનિવારના રોજ ફરીયાદનોંધાવવામાં આવી હતી.ત્યાર બાદ રવિવારે યુવતીની તબીયત ખરાબ થતા તેના પિતા સારવાર માટે નવી સિવિલહોસ્પિટલમાં લઇ આવ્યા હતા જ્યા યુવતીએ તબીબો સમક્ષ પોતાના સાસરીવાળાઓએ ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઉધના પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ નવાગામ ડિંડોલી મીલેનીયમ પાર્કમાં રહેતી વંશીકાના લગ્ન મે મહિ‌નામાં ઉધનામાં રહેતા અનીલ સુરેશભાઇ સોનવણે સાથે થયા હતા.લગ્ન બાદ થોડા જ દિવસોમાં યુવતીને સાસરીવાળાઓ તેના પિયરમાંથી દહેજ લાવવાની માંગણી કરતા હતા અને તેને ત્રાસ આપતા હતા.આ બાબતે યુવતીએ તેના માતાપિતાને જાણ કરતા શનિવારે ઉધના પોલીસ સ્ટેશને જઇ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા દહેજઘારા મુજબ વંશીકાના પતિ અનીલભાઇ સસરા સુરેશભાઇ દેવરામભાઇ સોનવણે,સાસુ માયાબેન જેઠ સુનીલ,માસી ઇન્દુબેન સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.રવિવારના રોજ વંશીકાની તબીયત ખરાબ થતા તેના પિતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.જ્યા વંશીકાએ તબીબો સમક્ષ પોતાને બે મહિ‌નાનો ગર્ભ હતો પરંતુ તેના સાસરીવાળાએ તેને ગર્ભપાતની ગોળીઓ અને પપૈયુ ખવડાવી ગર્ભપાત કરી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો.જેના આધારે સિવિલ હોસ્પિટલના પોલીસે કર્મચારીએ એમએલસી કેસ નોંધી તેની વર્ધી‍ ઉધના પોલીસને આપી હતી. ઉધના પોલીસે આ બાબતે જો કે કો કાયદેસર કાર્યવાહી હાથ
ધરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર વંશીકાનો પતિ વકીલ છે અને તેના સસરા સુરેશભાઇ પોલીસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે જેના કારણે પોલીસ તેમની સામે બાળહત્યાનો ગુનો નોંધતી નથી તેવા આક્ષેપો વંશીકા પિતા મધુકરભાઇ ઠાકરેએ સિવિલમાં આવીને કર્યા હતા.