• Gujarati News
  • ઇન્દોરમાં ટાઇમ કીપર પાસેથી ~ ૧૨ કરોડની સંપત્તિ મળી

ઇન્દોરમાં ટાઇમ કીપર પાસેથી ~ ૧૨ કરોડની સંપત્તિ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક . ઇન્દોર
મધ્યપ્રદેશમાં એક ટાઇમ કીપર પાસેથી રૂ. ૧૨ કરોડની સંપત્તિ મળી છે. ગુરુપાલ સિંહ ઉર્ફે ગુરુકૃપાલ સિંહ ઉર્ફે પપ્પુ સરદાર ઇન્દોરના પીડબલ્યૂડી વિભાગમાં કામ કરતો હતો.
શુક્રવારે લોકાયુક્ત પોલીસે તેના ઘરે દરોડો પાડયો હતો. અગાઉ પણ મધ્યપ્રદેશમાં કરોડપતિઓના કિસ્સા જોવા મળ્યા હતાં. તેના ઘરમાંથી રૂ. ૧૦ કરોડની સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. રૂ. ૧૨.પ૦ લાખની રોકડ રકમ પણ મળી આવી છે. આ ઉપરાંત રૂ. ૨ કરોડનાં સોના-ચાંદીનાં ઘરેણાં તેમજ અન્ય સામાન પણ મળી આવ્યો છે. સરકારી નોકરી ઉપરાંત ગુરુપાલ કેબલ નેટવર્ક પણ ચલાવતો હતો. તેનાં ૧૦ બેન્કોમાં ૩પ કરતાં વધારે ખાતાં છે જે તેના પરિવારજનોના નામે છે. તે આ વિભાગમાં ૨૮ વર્ષથી નોકરી કરે છે. તે દરમિયાન તેને રૂ. ૨પ લાખનું વેતન મળ્યું છે. તે ૧૯૮૪માં લોક નિર્માણ વિભાગમાં ચોકીદાર તરીકે હંગામી ધોરણે નોકરીમાં લાગ્યો હતો.