• Gujarati News
  • દિવ્ય અમૃતમના વધુ લેણદારો બહાર આવ્યાૃચ્ ’ભાસ્કર ન્યૂઝ. સુરતૃચ્ ’પરવટ પાટીયાની દિવ્યઅમુતમ રીટે

દિવ્ય અમૃતમના વધુ લેણદારો બહાર આવ્યાૃચ્/’ભાસ્કર ન્યૂઝ. સુરતૃચ્/’પરવટ પાટીયાની દિવ્યઅમુતમ રીટેઇલ્સ પ્રા. લિ.માં અનેક રોકાણકારો ફસાયા હોવાના દિવ્યભાસ્કરમાં ૮માર્ચે પ્રસિધ્ધ થયેલા અહેવાલને પગલે દિવ્ય અમૃતમની યોજનામાં ફસાયેલા વધુ ૩૦ રોકાણકારોને ખબર પડી હતી કે કંપનીના સંચાલકો ગાયબ થઈ ગયા છે અને તેમની પણ મહેનતની મૂડી ફસાઈ ગઈ છે. શનિવારે મહિ‌લાઓ સહિ‌તના રોકાણકારો તેમના સર્ટીફીકેટ સાથે દિવ્ય અમૃતમની ઓફીસે ભેગા થયા હતા, પણ કંપનીને તાળા હોવાથી તેઓ નિરાશ થઈ પરત ફર્યા હતા. દિવ્યઅમૃતમ રિટેઇલ્સના સંચાલકોએ એવી યોજના મુકી હતી કે રોકાણકારોએ ઓછામાં ઓછા ૬,૦૦૦ ભરવાના જેના ૧૮ મહિ‌નામાં કંપની ૧૦,૦૦૦ પાછા આપશે.ઘણા રોકાણકારોએ રૂપિયા ભર્યા હતા પણ હજુ તેમના ૧૮ મહિ‌ના પુરા થયા નહોતા એટલે રાહ જોઇને બેઠા હતા.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
પરવટ પાટીયા વિસ્તારમાં ચાલતી દિવ્યઅમુતમ રીટેઇલ્સ પ્રા. લિ.માં અનેક રોકાણકારો ફસાયા હોવાના દિવ્યભાસ્કરમાં ૮માર્ચે પ્રસિધ્ધ થયેલા અહેવાલને પગલે દિવ્યમ અમૃતમની યોજનામાં ફસાયેલા વધુ ત્રીસેક જેટલાં રોકાણકારોને ખબર પડી હતી કે કંપનીના સંચાલકો ગાયબ થઈ ગયા છે અને તેમની પણ મહેનતની મૂડી ફસાઈ ગઈ છે.શનિવારે બપોરે મહિ‌લાઓ સહિ‌તના રોકાણકારો તેમના સર્ટીફીકેટ સાથે દિવ્ય અમૃતમની ઓફીસે ભેગા થયા હતા, પણ કંપનીને તાળા હોવાને કારણે જવાબ આપવા વાળું કોઇ ન હોવાથી નિરાશષ થઈને પરત ફર્યા હતા.