• Gujarati News
  • વિવ‌ર્સ, પ્રોસેશ‌ર્સ, ટ્રેડ‌ર્સ હવે ચીનને ઓવરટેક કરી શકશે’

વિવ‌ર્સ, પ્રોસેશ‌ર્સ, ટ્રેડ‌ર્સ હવે ચીનને ઓવરટેક કરી શકશે’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ટેકસ્ટાઇલ ઉદ્યોગમાં ચીન ઝડપથી આગળ વધી રહ્યું હતુ જેને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સ્પર્ધા કરવામાં મુશ્કેલી પડતી હતી, પણ ચીનમાં પણ હવે વીજળી, લેબર, કરન્સી ના અનેક પ્રોબ્લેમ ઉભા થયા છે ત્યારે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ તેનો બેનીફીટ ઉઠાવી શકશે અને ગ્લોબલ ફેબ્રિકસ રિસો‌ર્સ એન્ડ રિસર્ચ સેન્ટર પ્લેટફોર્મ પુરુ પાડશે એમ શનિવારે ચેમ્બર દ્રારા શરૂ કરવામાં આવેલા સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા રિલાયન્સના પોલિયેસ્ટર ચેઇનના પ્રેસીડન્ટ આર.ડી. ઉદેશીએ કહ્યું હતું.ચેમ્બરે શરૂ કરેલું ગ્લોબલ ફેબ્રિકસ રિસો‌ર્સ એન્ડ રીસર્ચ સેન્ટર શહેરના વિવ‌ર્સ પ્રોસેસ‌ર્સ, ટ્રેડ‌ર્સ સહીતના આખી ટેક્સટાઇલ ઉદ્યોગની ચેઇનને નવી દિશા આપશે.
ચેમ્બર ઓફ કોમ‌ર્સ, એસઆરટીઈપીસી, સાઉઘ ગુજરાત પ્રોસેસ‌ર્સ એસોસિયેશન, રિલાયન્સ, ગ્રાસીમના સહયોગથી ફેબ્રિકસની એક આખી લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. સુરતમાં બનતા પોલિયેસ્ટર, વિસ્કોસ,નાયલૉન, કોટન, સિલ્ક જેવા ફેબ્રિકસ તો હશે પણ દેશ વિદેશમાં બનતા કાપડના સેમ્પલ પણ આ લાઇબ્રેરીમાં ડિસપ્લે કરવામાં આવશે. સુરત વિશ્વભરમાં ટેક્સટાઇલ બિઝનેસ માટે જાણીતું છે પણ ઇન્ટરનેશનલ સ્ટાનડ‌ર્ડ‌ મુજબ કામ કરનારો વર્ગ ઘણો ઓછો છે જેને કારણે હબ હોવા છતા ટેક્સટાઇલ ની પુરતી નિકાસ થઈ શકતી નથી. આ આશયથી ચેમ્બરમાં સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.