• Gujarati News
  • ડાયાબિટિસ હોય તો પણ ૃચ્ ’બ્રેઇન સ્ટ્રોકની ટ્રીટમેન્ટનો ૃચ્ ’કલેઇમ નકારી શકાય નહીંૃચ્ ’સુરત અગા

ડાયાબિટિસ હોય તો પણ ૃચ્/’બ્રેઇન સ્ટ્રોકની ટ્રીટમેન્ટનો ૃચ્/’કલેઇમ નકારી શકાય નહીંૃચ્/’સુરત અગાઉથી ડાયાબિટીશ હોવાને લીધે બ્રેઇન સ્ટ્રોકની ટ્રીટમેન્ટનો કલેઇમ વીમા કંપની નકારી ન શકે એવો ચુકાદો ગ્રાહક અદાલતે આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે ડાયાબિટિસ અને હાયપરટેન્શન એ લાઇફ ડીસીઝ છે અને તે આ રોગ હોય તો પણ તેની સાથે સંબંધ ન હોય એવી બિમારીના કલેઇમ વીમા કંપની નામંજૂર કરી શકે નહીં. આ કેસમાં વિમા કંપનીએ ફરિયાદીને ૩.પ૦ લાખનો કલેઇમ નવ ટકા વ્યાજ અને માનસિક ત્રાસના ત્રણ હજાર ચૂકવવાનો હુકમ સુરત જિલ્લા તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ન્યાયધીશ એસ.કે.શેઠે કર્યો હતો. અડાજણના હસમુખલાલ પારેખ ૨૦૦૯માં ઇંગ્લેન્ડ ગયા હતા. પ્રવાસે જતાં અગાઉ તેમણે ૨૩૦૦૦૦૦નો વિમો લીધો હતો. ફરિયાદીને માન્ચેનસ્ટરમાં ડાબા ભાગમાં નબળાઈ જણાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : અગાઉથી ડાયાબિટીશ હોવાને લીધે બ્રેઇન સ્ટ્રોકની ટ્રીટમેન્ટનો કલેઇમ વીમા કંપની નકારી ન શકે એવો ચુકાદો ગ્રાહક અદાલતે આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે ડાયાબિટિસ અને હાયપરટેન્શન એ લાઇફ ડીસીઝ છે અને તે આ રોગ હોય તો પણ તેની સાથે સંબંધ ન હોય એવી બિમારીના કલેઇમ વીમા કંપની નામંજૂર કરી શકે નહીં. આ કેસમાં વિમા કંપનીએ ફરિયાદીને ૩.પ૦ લાખનો કલેઇમ નવ ટકા વ્યાજ અને માનસિક ત્રાસના ત્રણ હજાર ચૂકવવાનો હુકમ સુરત જિલ્લા તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ન્યાયધીશ એસ.કે.શેઠે કર્યો હતો.
અડાજણ વિસ્તારમાં રહેતા હસમુખલાલ ફુલચંદ પારેખ વર્ષ ૨૦૦૯માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. પ્રવાસે જતાં અગાઉ ફરિયાદી હસમુખલાલે પ હજાર અમેરિકન ડોલર એટલે કે ૨૩૦૦૦૦૦નો વિમો લીધો હતો. ફરિયાદીને માન્ચેનસ્ટરમાં તા. ૨૪-૩-૨૦૦૯ના રોજ ડાબા ભાગમાં નબળાઈ જણાતા તેમને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને બ્રેઇન સ્ટ્રોક થયો હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. ફરિયાદીએ પોતાનો વિમો હોવાનું જણાવતા હોસ્પિટલે આ અંગે વિમા કંપનીને જાણ કરી હતી. વીમા કંપનીએ આ માટે કેશલેસ સિસ્ટમની ટ્રીટમેન્ટ આપવા મંજૂરી આપી હતી. ફરિયાદી ભારત આવ્યા બાદ હોસ્પિટલે ૪૨૮૩ પાઉન્ડ ચૂકવી આપવા પત્ર લખ્યો હતો. જોકે, આ અંગે વિમા કંપનીએ તા.૧૭-૭-૨૦૦૯ના રોજ ફરિયાદીને ૧પ વર્ષ અગાઉથી ડાયાબિટીસ હોય અને આ હીકકત ફરિયાદીએ છુપાવી હોવાનું જણાવી કલેઇમ રદ કર્યો હતો.