• Gujarati News
  • ઉત્તરાખંડનો પા‌ર્સલ વિવાદ વેપારીઓ ફોસ્ટા સામસામેઉત્તરાખંડના પીડિતો માટે ભેગો કરાયેલો પા‌ર્સ

ઉત્તરાખંડનો પા‌ર્સલ વિવાદ વેપારીઓ-ફોસ્ટા સામસામેઉત્તરાખંડના પીડિતો માટે ભેગો કરાયેલો પા‌ર્સલનો જથ્થો આજે પણ સિલ્ક સિટી માર્કેટમાં પડેલો છે.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ઉત્તરાખંડના જળ પ્રલય વખતે સુરતના ટેક્સટાઇલ ના વેપારીઓએ આપેલી દાનની ચીજ વસ્તુઓ જરૂરીયાતમંદ સુધી પહોંચાડવામાં થયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વેપારીએ આ મામલે ડીજીપીના પરિપત્ર અનુસાર જવાબદારો સામે ગુનો દાખલ કરવાની માંગણી કરીને સીટી મામલતદારને પત્ર લખ્યો છે. વેપારીઓ છેવટ સુધી લડી લેવા મક્કમ છે તો બીજી તરફ ફોસ્ટાના હોદ્દેદારો આ મામલે હજીપણ કંઇ ખોટુ ન થયાનું કહી આગામી દિવસોમાં વધેલા પા‌ર્સલ પર જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે એવો બચાવ કરી રહ્યા છે.
ઉત્તરાખંડમાં હોનારત વખતે અસરગ્રસ્તોને મદદરૂપ થવા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડ‌ર્સ એસોસીએશન દ્વારા શહેરના કાપડના વેપારીઓને ટહેલ નાંખવામાં આવી હતી. શહેરના કાપડના વેપારીઓએ સાડી, ડ્રેસ મટિરીયલથી, ગરમ કપડા, શાલ સહિ‌તના સરસામાન નું દાન કર્યું હતું. આ તમામ સામાનના ૨૦૩ નંગ પા‌ર્સલ બનાવાયા હતા. હોનારત બાદ ફોસ્ટાએ રાહત સામગ્રીના પા‌ર્સલ પૈકી ૧૩પ પા‌ર્સલ જરૂરિયાતમંદને મોકલી આપ્યા હતા. પરંતુ ૬૮ પા‌ર્સલ સિલ્ક સીટી માર્કેટના ગોડાઉનોમાં મુકવામાં આવ્યા હતા. આઠ મહિ‌ના જેટલો સમય થવા છતા જરૂરીયાતમંદ લોકોને પા‌ર્સલ પહોંચતા કરવામાં ન આવતા વેપારી અગ્રણી ધનપત જૈને આ મામલે ફોસ્ટાનો ખુલાસો માંગ્યો હતો. તેમણે હવે પોલીસ કમિશનરને એક અરજી કરીને એવી માંગણી કરી છે કે, રાહત સામગ્રી ઉઘરાવીને જરૂરીયાતમંદ લોકો સુધી ન પહોંચાડવા બદલ ફોસ્ટાના પ્રમુખ, સેક્રેટરી સહિ‌તના જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવે.
ફોસ્ટાના પ્રમુખ સંજય જગનાની અને સેક્રેટરી વિરુધ્ધ મળેલી અરજીની તપાસ સલાબતપુરા પોલીસને સોંપવામાં આવી છે. પોલીસે સંજય જગનાની અને સેક્રેટરી બજરંગલાલ ગડોદિયાને રૂબરૂ નિવેદનો પણ લીધા છે. પોલીસે ગુનો દાખલ ન કરતા ધનપત જૈને સીટી મામલતદારને પત્ર લખીને એવી માંગણી કરી છે કે, ડીજીપીના પરિપત્ર પ્રમાણે સલાબતપુરા પોલીસ દ્વારા ઉત્તરાખંડ રાહત સામગ્રી મામલે વેપારી અગ્રણીઓ સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? આ અંગે જો કાર્યવાહી નહીં થાય તો તેઓ કો‌ર્ટ ફરિયાદ કરવાની પણ તૈયારી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે.