• Gujarati News
  • બેગમપુરાના ગુમ બે બાળકોની ૃચ્ ’લાશ પાણી ભરેલા હોજમાંથી મળી

બેગમપુરાના ગુમ બે બાળકોની ૃચ્/’લાશ પાણી ભરેલા હોજમાંથી મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
બેગમપુરા તુલસીફળીયામાં શુક્રવારે એક જ પરિવારના બે બાળકો ગુમ થઇ ગયા હતા. મદ્રેસા માં ભણવા માટે ગયેલા બંને બાળકો રાત્રે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કરતા પતો લાગ્યો ન હતો. શનિવારે બપોરે લક્ષ્મી ટોકિઝ પાછળ આવેલા હોજમાંથી બંનેની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
મહિ‌ધરપુરા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ બેગમપુરા તુલસી ફળિયામાં રહેતા અસફાક કુરેશી સિટી વિસ્તારમાં ખાણીપીણીની દુકાન ચલાવે છે. અસફાકનો પુત્ર ૭ વર્ષી‍ય મોહંમદ અલકમા અને તેના ભાઇનો પુત્ર ૬ વર્ષી‍ય મોહંમદ ઝરીર ગુરૂવારે સાંજે ફળિયામાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારબાદ તેઓ મદ્રેસા માં અભ્યાસ માટે ગયા હતા. કલાક બાદ તેઓ પરત ન આવતા પરિવાર ચિંતા માં આવી ગયો હતો. બંને બાળકોની શોધખોળ હાથ ધરી પરંતુ કોઇ પતો લાગ્યો નહી. પરિવારજનોએ તેના પોસ્ટરો બનાવીને સમગ્ર વિસ્તારમાં પણ લગાવ્યા હતા. આખી રાત તેમની શોધખોળ બાદ મોહલ્લાના કેટલા લોકો બપોરના સમયે શોધતા શોધતા પાછળ આવેલી ટોકીઝમાં ગયા હતા. અહીં તપાસ કરતા ખૂણામાં લક્ષ્મી ટોકિઝ પાસેના પાણીનો હોજ ભરેલો હતો જેમાંથી બાળકોની ચંપલ મળી આવી. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરોએ તપાસ હાથ ધરી હતી. પાણીમાંથી બંને બાળકોની લાશ મળી આવી હતી.પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.