- Gujarati News
- સેબીના નવા નિયમના કારણે ૯૭ૃચ્ ’સ્વતંત્ર ડિરેક્ટરો રાજીનામું આપશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેબીના નવા નિયમના કારણે ૯૭ૃચ્/’સ્વતંત્ર ડિરેક્ટરો રાજીનામું આપશે
પીટીઆઇ. નવી દિલ્હી
કંપનીઓના સ્વતંત્ર ડિરેક્ટરોની સંખ્યા પર નિયંત્રણ મૂકતા સેબીના નવા નિયમને કારણે જુદી-જુદી કંપનીઓના ૯૭ જેટલા સ્વતંત્ર ડિરેક્ટરોએ રાજીનામું આપવું પડશે. સેબી બોર્ડે મંજૂર કરેલા નવા ર્કોપોરેટ ગર્વનન્સ નોમ્ર્સ મુજબ કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ સાત લીસ્ટેડ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કામ કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ કોઈ લીસ્ટેડ કંપનીમાં ફુલ ટાઇમ ડિરેક્ટર તરીકે કાર્યરત હોય તો તે વધુમાં વધુ ત્રણ કંપનીમાં જ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કામ કરી શકે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ કંપનીઓમાંથી કુલ ૯૭ વ્યક્તિઓએ ૨૮૩ સ્વતંત્ર ડિરેક્ટર પદેથી રાજીનામું આપવું પડશે. નિષ્ણાંતોના મતે સેબીનો નવો નિયમ આવકારદાયક છે કારણ કે તે લાગુ થવાથી સ્વતંત્ર ડિરેક્ટરો પોતાની કંપની પર વધુ ધ્યાન આપી શકશે.
છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીના પડધમો વાગી રહ્યાં છે ત્યારે અત્યારે બજારમાં મોટી અફરાતફરી ચાલી રહી છે જો કે તેની હાલ ર્કોપોરેટ જગત પર એકાએક મોટી અસર જણાઇ તેમ નથી. ર્કોપોરેટ જગત પર નજર રાખતી એક અગ્રણી વેબસાઇટે એનએસઇની સાથે મળીને કરેલા અભ્યાસ મુજબ એક વ્યક્તિ ૧૪ કંપનીઓમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત છે,જ્યારે ચાર એવી વ્યક્તિઓ છે જે ૧૩ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટર છે, જ્યારે ત્રણ વ્યક્તિઓ ૧૧ કંપનીઓમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે તો સાત વ્યક્તિઓ જુદી-જુદી દસ કંપનીઓમાં સ્વતંત્ર
ડિરેક્ટર છે.
વેબસાઇટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એનએસઇમાં લીસ્ટેડ એવી ૧,૪પ૬ કંપનીઓમાંથી ૬૬૦ કંપનીઓમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત ૧,૨૮૭ વ્યક્તિઓનો કાર્યકાળ દસ વર્ષ કરતા પણ વધારે થઈ ગયો છે.