તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પામોલિનમાં સતત બીજા દિવસે સુધારો : કપાસ નરમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પામોલિનમાં સતત બીજા દિવસે સુધારો : કપાસ નરમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
વિશ્વબજારમાં જોવાયેલી મજબૂતાઇ પાછળ સ્થાનિકમાં પામોલિનમાં સતત બીજા દિવસે સુધારાતરફી ચાલ જોવા મળી હતી જયારે અન્ય તેલના ભાવ સ્થિર રહ્યા હતા. શિવરાત્રિ નિમિત્તે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યા‌ર્ડ‌ બંધ રહેતા કોમોડિટી માર્કેટમાં કામકાજ ઘટયા હતા.
શિવરાત્રિ નિમિત્તે મોટા ભાગના યા‌ર્ડ‌ અને વાયદા બજાર બંધ રહેતા કોમોડિટી માર્કેટમાં પાંખા કામકાજ હતા.વિશ્વબજારમાં જોવાયેલા સુધારાની અસરરૂપે છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં ડબે રૂ.૨૦નો ઉછાળો હતો. આજે પામોલિનમાં રૂ.૧૦ વધી રૂ.૧૦૧૦ થયા હતા. સ્થાનિક તેલ બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલમાં ૨૦-૨પ ટેન્કરના કામકાજ હતા.સિંગતેલ લુઝ રૂ.પાંચ ઘટી રૂ.૭૩૦-૭૩પ, તેલિયા રૂ.૮ ઘટી રૂ.૧૧૪૨-૧૧૪૩, નવા ટીન ૧પ કિલો રૂ.૧૩૧પ-૧૩૨૦ થયું હતું. કપાસિયા વોશ રૂ.૬૧પ-૬૧૮, કપાસિયા ટીન રૂ.૧૧૦૦-૧૧૧૦, સનફલાવર રૂ.૧૧૮૦, ર્કોન ઓઇલ રૂ.૧૦૮૦ અને સરસિયું રૂ.૧૧૨૦-૧૧૪૦ની સપાટીએ હતું. જામનગર ખાતે રૂ.૬પ૦-૭૦૦ના ભાવે મગફળીના વેપાર હતા જયારે લુઝ રૂ.૭૩પ અને તેલિયા રૂ.૧૧૪૦-૧૧૮૦ના મથાળે હતા. રજાને કારણે સ્થાનિક રાજકોટ એરંડા વાયદો અને સુરેન્દ્રનગર કપાસ વાયદો બંધ રહ્યા હતા. મલેશિયા પામ વાયદામાં ઊંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો હતો. ઊંચા મથાળે નફારૂપી વેચવાલી નીકળતા વાયદો ઘટયો હતો પણ સૂકા વાતાવરણને કારણે સાઉથ એશિયામાં ઉત્પાદનને અસર પહોંચવાની ધારણાએ ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો