તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દામ્પત્યમાં આંતરિક સમજ જરૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દામ્પત્યમાં આંતરિક સમજ જરૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે લગ્ન કરવાની બાબતમાં સ્ત્રી અને પુરુષ વધારે સ્વતંત્ર થયાં છે. મોટાભાગના તબક્કે બંનેની પસંદને પ્રાથમિકતા આપવામાં આવે છે. સ્ત્રી-પુરુષની મિત્રતા સરળતાથી દામ્પત્યમાં પલટાઈ જાય છે. પતિ-પત્ની હોવાની શરૂઆત આ દિવસોમાં તો સરળ હોય છે, સમસ્યા પાછળથી શરૂ થાય છે. પતિ અને પત્નીના સંબંધમાં સારી અને નરસી બાબત અલગ અલગ નથી હોતી.જો એકની ખોટી બાબત વધી, તો ક્યાંક ને ક્યાંક બીજાની પણ વધશે. એકમાં સારી બાબત વધશે તો બીજામાં પણ વધશે. આ સંબંધ વૃક્ષ જેવો છે, જેમ વૃક્ષ ઉપર વધશે તેમ તેના મૂળ ઊંડાં થતાં જશે. દામ્પત્ય જીવનની મધુરતા તેમાં જ છે કે પતિ-પત્ની શારીરિક, બૌદ્ધિક અને માનસિકરૂપે એકસાથે વિકસિત થાય. ક્ષમા અને સહિ‌ષ્ણુ થવું તે આ બંનેનાં ઘરેણાં છે. આ બંધનને સંસ્કાર એટલા માટે કહેવામાં આવે છે કે ભલે અણસમજથી તેની શરૂઆત થાય, પણ છેવટે તો દરેક શ્વાસ સમજદારીનો જ હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો