તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • તેજ ગતિ, મંદ ગતિ, પ્રગતિ અને અધોગતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજ ગતિ, મંદ ગતિ, પ્રગતિ અને અધોગતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાજ તૂટયું. એક જુવાનિયો તણાઈને નર્જિન ટાપુ પર પહોંચ્યો. ત્યાં ઝરણું હતું, કેળાં હતાં. એ ટકી ગયો. ચોથા મહિ‌ને એક યુવતી ભટકાઈ. યુવતી પણ તૂટેલા જહાજની યાત્રી હતી. યુવતી ટાપુના બીજા છેડે ગોઠવાયેલી. એ પેલા પુરુષને પોતાના ઉતારે’ લઈ ગઈ. ત્યાં તો સુંદર બંગલો હતો. ઘરમાં ઘણી સુવિધા હતી. એટલામાં યુવતી સિલ્કનો ગાઉન પહેરીને હાજર થઈ અને બોલી: સાચું કહેજે, આ ચાર મહિ‌નામાં તને સૌથી વધુ શેની ખોટ સાલી? એ ચીજ હું તને પૂરી પાડીશ. આઈ પ્રોમિસ.’ યુવક અત્યંત ઉત્તેજિત થઈને બોલ્યો: શું વાત કરે છે? અહીં નેટ કનેક્શન પણ છે?’ પંદરેક વર્ષ પહેલાં, નેટ એટલે જાળી અને વિન્ડોઝ એટલે બારીઓ એવું આપણે જાણતા હતા. પણ પછી કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, લેપટોપ, વાઈ-ફાઈ, સ્મા‌ર્ટફોન આ બધી સુવિધાઓ અને એની અંદરની સુવિધાઓ બહુ ઝડપથી વધી. એનું ચલણ-વળગણ હવે એ હદે પહોંચ્યું છે કે આજના કેટલાક સ્મા‌ર્ટફોનપ્રેમી લોકો જો ટાપુ પર ફંગોળાઈ જાય તો સ્વજનો કરતાં પણ ફેસબુક-વોટ્સએપને વધુ મિસ કરે એવી શક્યતા ખરી.
ટેક્નોલોજીનો પ્રભાવ ભવિષ્યમાં કઈ હદે આપણા જીવન પર છવાઈ શકે એને લગતી એક રસપ્રદ ફિલ્મ આ વર્ષે ઓસ્કારની રેસમાં છે. એનું નામ છે: હર’ ((એચઈઆર)). એની નાયિકા ઓપરેટિંગ સિસ્ટમ’ છે. સમજો કે એક ડિજિટલ સેક્રેટરી, જે મેઈલ વાંચી સંભળાવે, અગત્યનાં કામ યાદ કરાવે, તમારી સાથે અમસ્તા ગપાટા પણ હાંકે. આ સ્ત્રી માણસ નથી, એનું કોઈ શરીર નથી. એ ફક્ત એક અવાજ જ છે. એ આમ ભલે નર્જિી‍વ છે, પરંતુ વક્ત કે સાથ સાથ, અનુભવોના જોરે એ પોતાના માલિકના મૂડ અને મિજાજને વધુ ને વધુ ઊંડી રીતે ઓળખી શકે એવી રીતની એની ડિઝાઈન છે. માલિક એ ઓપરેટિંગ સિસ્ટમ, એ અવાજના પ્રેમમાં પડી જાય છે. એટલું વળી સારું છે કે કમ્પ્યૂટરમાં પૂરાયેલી ડિજિટલ પ્રેમિકા સાથેના સંબંધ બાદ એનો માલિકને અસલી જીવનમાં અસલી સ્ત્રીઓ સાથેના સંબંધો બાબતે વધુ સ્વસ્થ બને છે. પણ વાસ્તવમાં ટેક્નોલોજીના વળગણને લીધે માણસ માણસથી દૂર થતો હોવાનું જોખમ ઝડપભેર વધી રહ્યું છે.
તો, લેખનો પહેલો મુદ્દો આ છે: ટેક્નોલોજીને જરૂર વધાવીએ, પણ જીવંત સંપર્કના ભોગે નહીં. દસ-પંદર-વીસ વર્ષનાં છોકરાંવ પર એટલું ધ્યાન રાખવા જેવું ખરું કે એ પોતાની ડિજિટલ દુનિયામાં ક્યાંક એટલા દૂર ન નીકળી જાય કે પછી સ્વજનો એને અજાણ્યા લાગવા માંડે. બીજો મુદ્દો છે ઝડપનો. ગયા અઠવાડિયે ઇન્ટરનેટ ઇન્ડસ્ટ્રીને લગતા બે મોટા સમાચાર આવ્યા: ફેસબુકે વોટ્સએપ કંપની ખરીદી લીધી. વોટ્સએપનો જન્મ હજુ ૨૦૦૯માં જ થયેલો. પાંચ જ વર્ષમાં એ કંપની એટલી મોટી થઈ ગઈ કે અધધધ એવી ૧૯ અબજ અમેરિકી ડોલરની કિંમતે એ વેચાઈ. વોટ્સએપની યાત્રા ભારે ઝડપી! બીજા સમાચાર એ આવ્યા કે નોકિયા કંપનીએ છેવટે એન્ડ્રોઈડ ફોન બજારમાં મૂક્યો. નોકિયાના વિન્ડોઝ ફોન તો વેચાતા જ હતા, પણ વિન્ડોઝ અપનાવ્યા પછી પૂરા ત્રણ વર્ષે નોકિયાએ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ અપનાવી. આ ત્રણ વર્ષમાં એન્ડ્રોઈડના જોરે સેમસંગનો રથ બહુ આગળ વધી ગયો અને વિન્ડોઝને વળગી રહેવાને લીધે નોકિયા પાછળ રહી ગઈ.
આ બધામાં કોઈને ઝાઝી સમજ ન પડે તો વાંધો નથી, પણ એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે ઝડપી સમય સાથે કેટલી હદે કદમ મિલાવવા અને કેટલી હદે ન મિલાવવા. મામલો ફક્ત ટેક્નોલોજીનો નથી. જૂના આગ્રહો, જૂના અભિપ્રાયો, જૂની જીવનશૈલીને એ હદે ન વળગી રહેવું કે આપણે ફેંકાઈ જઈએ. જીવનમાં ઘણું બદલવું પડે. વિનોબાજીનો એક ક્લાસિક ક્વોટ છે: આજે વિજ્ઞાન યુગમાં પુરાણકાળનો મનુ અને એનો એ જૂનો ((કાર્લ)) માક્‌ર્સ નહીં ચાલે અને હું નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે ((મોહનદાસ)) ગાંધી પણ એવો ને એવો નહીં ચાલે.’ ગાંધી જે કહે એ ફાઈનલ, માક્‌ર્સ કહે એ ફાઈનલ, એક નોકરી પકડી તે ફાઈનલ, એક વિચારધારા અપનાવી એ ફાઈનલ, અમારા ધર્મગ્રંથમાં લખ્યું એ ફાઈનલ... આ હદે જડ બનવાથી પોતાનું પણ આવી બને અને આસપાસના લોકો સાથે સંઘર્ષ થવાથી એમને પણ તકલીફ પડી શકે. માટે, બદલાવું તો ખરું જ, પણ કઈ વાતે કેટલી ઝડપે ધીમા પડવું, ઊભા રહેવું એ વાત પણ ખાસ સમજવા જેવી છે.
વ્યક્તિ સાથે આજે સંબંધ બાંધ્યો ને કાલે તોડયો, નોકરી આજે લીધી અને બે મહિ‌નામાં બદલી, આજે એક પક્ષ ગમે, કાલે બીજો, પરમ દિવસે ત્રીજો, સ્મા‌ર્ટફોન બે મહિ‌નામાં આઉટડેટેડ લાગવા માંડે... ના, આટલી ઝડપ સારી નહીં. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ સાથે આપણો સંબંધ બંધાય એ માટે થોડી ધીરજ અનિવાર્ય છે. ઊંચે આંબવા માટે નીચે મજબૂત મૂળ અનિવાર્ય છે. તો આખા લેખનો મુદ્દો ફક્ત આટલો જ છે: ઊડી પણ ન જવું અને ખોડાઈ પણ ન રહેવું. કેટલું દોડવું અને ક્યાં અટકવું એ મુદ્દે સતત સાવધ રહેવા જેવું છે. આ મામલે અત્યંત નાજૂક સંતુલન જાળવવામાં સહેજ પણ ચૂક્યા તો ભારે મુશ્કેલીમાં આવી પડાય એવો આ યુગ છે એટલું ખાસ યાદ રાખવું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો