તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જોબ્સ અને જેક્સનની પોસ્ટ ટિકિટ ૨૦૧પમાં આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોબ્સ અને જેક્સનની પોસ્ટ ટિકિટ ૨૦૧પમાં આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુનિયામાં કેટલાંક વ્યક્તત્ત્વિ‌ો એવાં પણ હોય છે, જે સૌને ગમતાં હોય છે. જેનું કારણ તેમનાં શ્રેષ્ઠ કાર્યો અને યોગદાન હોય છે. આવું જ નામ છે સ્ટીવ જોબ્સ અને માઈકલ જેક્સન. એપલના સહ-સંસ્થાપક સ્ટીવ જોબ્સે દુનિયાને એ ટેક્નોલોજી આપી, જે આજે કંપનીની ઓળખ બની ચૂકી છે. એ જ રીતે માઈકલ જેક્સનને પોપ સંગીત અને બ્રેક ડાન્સ માટે યાદ કરવામાં આવે છે. પ૯મા જન્મદિવસે સ્ટીવ જોબ્સને પોસ્ટ વિભાગ તરફથી એક ભેટ પણ છે. ટીકાકારો આ ટિકિટો બહાર પાડવાનું કારણ પોસ્ટ વિભાગની મંદીને ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે સ્ટેમ્પનું કલેક્શન કરનારા આ સ્ટેમ્પ વધુ પૈસા આપીને પણ ખરીદશે, જેને કારણે પોસ્ટ વિભાગની આવકમાં વધારો થશે. સ્ટીવ જોબ્સે ૨૦૧૧માં આ દુનિયાને અલવિદા કહી હતી. અમેરિકાની કમ્પ્યૂટર ઇન્ડસ્ટ્રીમાં તેઓ પ્રથમ હસ્તી છે, જેના સન્માનમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત એલિઝાબેથ ટેલર, સિંગર જેમ્સ બ્રાઉન, રોકર જિમી હેન્ડિ્રક્સ, ટોક શોના હોસ્ટ, જોની કા‌ર્સન, હૂપ્સ સ્ટાર વિલ્ટ ચેમ્બરલેન અને અભિનેતા ચાર્લટન હેસ્ટનના નામને પણ મંજૂરી અપાઈ છે. આ તમામ હસ્તીઓ ૨૦૧પની પોસ્ટલ સ્ટેમ્પ પર જોવા મળશે.ઇઞ્ોર્‍ત્ર્‍ચ્ર્‍ર્‍.ેગ્ક્

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો