તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાષ્ટ્ર કલ્યાણ માટે પણ આગળ આવવું પડશે : ગીરીબાપુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્ર કલ્યાણ માટે પણ આગળ આવવું પડશે : ગીરીબાપુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
મહા શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે યોગીચોક ખાતે ચાલી રહેલા શિવ મહાપુરાણના છઠ્ઠા દિવસે વક્તા ગીરીબાપુએ શિવરાત્રી અને શિવભક્તોનો મહિ‌માં વર્ણવતાની સાથે રાષ્ટ્રભક્તિ ઉપર વધારે ભાર મુકતા જણાવ્યું હતુ કે માત્ર ભગવાનનું નામ લઇને બેસી રહેવાથી રાષ્ટ્રનું કલ્યાણ નહીં થાય. રાષ્ટ્રના કલ્યાણ માટે ભગવાનની ભક્તિ જેટલી જરૂરી છે. તેટલી જ જરૂરી આપણી ફરજ છે માત્ર ભક્તિમાં લીન રહીશું અને ફરજ ચુકી જઇશું તો એ યોગ્ય નથી. ભારતમાં રહેતા તમામ લોકો સીસ્ટમ ફોલો કરે એટલે કે તમામ નિયમોનું સ્વયં પાલન કરે તો તમામ સમસ્યાનો ઉકેલ આવી જાય કારણ કે દુનિયાના તમામ દેશોની સરખામણીમાં શ્રેષ્ઠ છે. ભારત દેશ પાસે સંસ્કારનો ખજાનો છે. તે અમુલ્ય છે. તેથી જ તો તમારા સંતાનોને કદાચ સંપત્તી ઓછી આપી શકાય તો ચાલશે. પરંતુ સંસ્કાર આપવામાં જરા પણ કયાસ રાખશો નહી તો ભવિષ્યમાં તમારે કોઇ પણ જાતની ચિંતા રહેશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો