તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વર્ષો જૂની ઘનશ્યામનગરમાં ઠેર ઠેર ગંદકીથી રહીશો ત્રાહિ‌મામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ષો જૂની ઘનશ્યામનગરમાં ઠેર-ઠેર ગંદકીથી રહીશો ત્રાહિ‌મામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
વરાછામાં આવેલા ઘનશ્યામનગર સોસાયટીમાં સુવિધા નામે અત્યાર સુધીમાં માત્ર ઠાલાં વચનો જ મળ્યા છે. ર્કોપોરેશને આ સોસાયટી સહિ‌તના વિસ્તારની સફાઇ કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. કચરો ના ઉઠાવતી હોય તો સફાઇ સુવિધા આપી સોસાયટીને સાફ સફાઇ કરાવવાની કામગીરી હાલ જરૂરી છે. રહીશોએ પણ ગંદકી પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય અને ર્કોપોરેટરોએ પણ ધ્યાન ન આપતા સોસાયટીની દુર્દશા ખરાબ થઇ જવા પામી છે. જોકે સૌરાષ્ટ્ર સમાચાર’ની ટીમે વિસ્તારમાં જઇ તપાસ કરતાં સમસ્યા અંગે લોકોએ જાગૃતિ બતાવી હતી.
વરાછાના વિસ્તારની સૌથી મોટી ઘનશ્યામનગર સોસાયટીમાં સ્ટ્રોમ ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, પાકા રસ્તા, વોટર ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી, સાફ સફાઇનો અભાવથી સોસાયટી ગંદકીથી ખદબદી રહી છે. રસ્તા પર ગટરો ઉભરાવાથી પાણીની રેલમછેલ છે. જેના કારણે મુખ્ય રસ્તાઓ પર બારેમાસ ગંદકીની સમસ્યા થઇ રહી છે. ચારે કોર ઉભરાતી ગટરના કારણે આ સોસાયટીના રસ્તાઓ પર ગંદા પાણી ભરાયા છે.
વરાછાની ૩પ વર્ષ જૂની સોસાયટીને પ્રાથમિક સુવિધા કયા કારણે મળતી નથી તે અંગે સ્થાનિકો પણ વિચારતા થઇ ગયા છે.
આશરે ૭૦૦થી પણ વધુ મકાનોવાળી સોસાયટીમાં પ૦૦૦થી વધુ એમ્બ્રોઇડરીના કારીગરો કામ કરી રહ્યા છે. તેમને પીવાનું પાણી બોરીંગથી પુરુ પાડવામાં આવી રહ્યું છે. આ સોસાયટીમાં હાલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે ત્યા પણ કામગીરીમાં એક સાંધે ત્યા તેર તૂટે જેવી હાલત થઇ જવા પામી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો