તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કલાકારો આખાં શહેરને જીવતું રાખે છે..!’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલાકારો આખાં શહેરને જીવતું રાખે છે..!’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર સુરત

તાપી ઉત્સવના બીજા દિવસે એક તરફ સાયન્સ સેન્ટરની ગેલેરીમાં ઓરેગામી, ટાય એન્ડ ડાઇ, સ્ક્રીન પેઇન્ટિંગ, ટોરાકોટા, કેલિગ્રાફીના વર્કશોપ ચાલી રહ્યા હતા તો બીજી બાજુ ઓડિટોરિયમમાં સિટી અને કલ્ચર’ પર પ્રયાગ શુક્લ વાત કરી રહ્યા હતા. પ્રયાગ શુક્લએ પોતાની ટોક દરમિયાન કહ્યું કે દરેક સિટીમાં એક કલાકાર હોવો જોઇએ.’ પ્રયાગ શુક્લની ટોક પછી ચિત્રકાર ગુલાબ મહંમહ શેખે પણ સિટી વિશેના પોતાના વર્કની વાત માંડી. એમણે ચિત્રો દોરવાની પોતાની પ્રોસેસની વાત કરી. ત્યારબાદ નાઇટ શોમાં કેરલની માર્શલ આ‌ર્ટ કલ્લરી પૈયટ્ટ અને કેરલનો જ ટ્રાયબલ ડાન્સ થય્યમ પરફોર્મ થયા.

------------------

સિટી એન્ડ કલ્ચર

-પ્રયાગ શુક્લ

કલાકાર વિનાનું શહેર નિરસ શહેર હોય છે’

કોઇપણ શહેર હોય એમાં એક કલાકાર તો હોવો જ જોઇએ. આ વાત પર ભાર મૂકીને પ્રયાગ શુક્લએ સિટી એન્ડ કલ્ચર વિશે વાત કરતા કહ્યું કે, જ્યાં જ્યાં માણસ વસે છે ત્યાં ત્યાં કલાનો જન્મ પણ થાય છે. સ્ટોન એઇજમાં પણ કલા હતી. આદિવાસી સમાજમાં પણ ટ્રાયબલ આ‌ર્ટ જોવા મળે છે. તેની સાથે જ તમે જો ગામડાઓમાં જઈને જોશો ત્યાં પણ તમને લોકકલા, લોકનૃત્ય, લોકસંગીતનું અસ્તિત્વ જોવા મળશે. પછી એક સમય આવ્યો કે ગામડામાંથી શહેર બનવા લાગ્યા. શહેરમાં લોકો માત્ર પૈસા કમાવા માટે આવતા હોવાથી શહેરમાં કલાને પ્રોત્સાહન આપવાની જરૂર પડી અને એટલે રાજાઓએ કવિ, સંગીતકાર અને લેખકોને આશરો આપ્યો અને હવે તો એવી જરૂર પડી છે કે સરકારે લોકો માટે આ‌ર્ટ ગેલેરી, ઓડિટોરિયમ બંધાવવા પડે છે. તમે કોઈપણ શહેર એવું જોયું છે કે જ્યાં એક પણ કલાકાર ન હોય? કલાકાર વિનાનું શહેર નિરસ શહેર હોય છે. મેં મણિપુરમાં એક આવું શહેર જોયું છે. હું આ શહેરમાં ગયો ત્યારે મને એકપણ કલાકાર જોવા મળ્યો નહીં. હું ખૂબ ફર્યો અને મેં એક છોકરાને સંગીત વગાડતો જોયો અને હું ખુશ થઈ ગયો. ત્યાં જઈને મેં પૂછયું કે અહીં કોઈ ચિત્રકાર છે? આ ચિત્રકારને હું મળ્યો ત્યારે મને ખબર પડી કે એ શહેરમાં ચિત્રકારોની ફોજ ઊભી કરે છે. આ માટે શહેરમાં એક કલાકાર હોવો જરૂરી છે. શહેરમાં કલાને પ્રોત્સાહન આપવાનું કામ પૈસાદારોએ જ કરવું પડે, જેથી કલાકારને પ્રોત્સાહન મળે અને રોજની લાઈફમાં કલા સામાન્ય માણસ સુધી પહોંચી શકે.

-----------------------------

સિટી એન્ડ હીઝ વર્ક

ગુલામ મહંમદ શેખજ્યારે પણ તમારે કોઇ ક્રિએટીવ કામ કરવું હોય તમારે રખડતા રહેવું પડે’ વડોદરાના જાણીતા ચિત્રકાર ગુલામ મહંમદ શેખે આ વાત પર ભાર મૂકીને પોતાની ક્રિએટીવીટીની પ્રોસેસ વિશે વાત માંડી હતી. એમણે કહ્યું કે, તમે જેટલું ફરશો એમાંથી કેટલું ગ્રહણ કરો છો એ મહત્વનું છે. મારું પહેલું ચિત્ર મેં મારી મમ્મીનું બનાવ્યું હતું. હું ઘરેથી નીકળતો અને ઘરે પાછો ફરતો ત્યારે મારી માના પહેલા એક્સપ્રેશનને બ્રશ દ્વારા આકાર આપવાની ઇચ્છા થતી અને મેં એનું ચિત્ર દોર્યું. મેં ગુગલ મેપનો આધાર લઇને ઘણા આ‌ર્ટપીસ રેડી કર્યા છે. જ્યારે મારે સિટી પર કામ કરવાની જરૂર પડી ત્યારે સૌથી પહેલા વિચાર્યું કે આમાં કોનો સમાવેશ કરી શકાય? ત્યારપછી મને એવો વિચાર આવ્યો કે, સિટીમાં વસતા એવા લોકો કે જેઓ રોજે-રોજનું કમાઇને ખાય છે એમના પર એક આ‌ર્ટપીસ તૈયાર કરવું જોઇએ. ત્યારબાદ મેં એમના પર આ‌ર્ટપીસ રેડી કર્યું અને એનું એક્ઝીબિશન કર્યું. જ્યારે તમે કોઇપણ પેઇન્ટિંગ દોરો ત્યારે તમારે સૌથી પહેલા તો ખાલી થઇ જવું પડે અને તમે જે પ્રોસેસમાંથી પસાર થઇ રહ્યાં છો એનો આનંદ લેવો પડે.

-------------------------------------------કલ્લરી પૈયટ્ટ

આ એક માર્શલ આ‌ર્ટ છે. આ આ‌ર્ટમાંથી જ કરાટે અને કુંગ ફૂ જેવી માર્શલ આ‌ર્ટનો ઉદ્ભવ થયો છે. આ આ‌ર્ટ પહેલાના સમયમાં ક્ષત્રિયોની હતી અને કહેવાય છે કે પરશુરામે આ સેલ્ફ ડિફેન્સની આ‌ર્ટ તેમને શિખવાડી હતી. ત્યાર બાદ તેમાં દિવસે દિવસે ચેન્જીસ આવતા ગયા અને આજે પણ કેરલમાં આ કલા સચવાયેલી છે.

આ વેપન્સનો ઉપયોગ થાય છે -

સ્વો‌ર્ડ‌ અને શિલ્ડ - જેમાં લડાઇ અને યુધ્ધના પોશ્ચર હોય છે.

મુચાન - જે ૨.પ ફૂટની લાકડી હોય છે, જેનો ઉપયોગ સેલ્ફ ડિફેન્સ માટે થાય છે.

ઉરુમી પયટ્ટ આ સ્વો‌ર્ડ‌ ડબલ એજ્ડ હોય છે એટલે કે બન્ને બાજુથી ધારદાર હોય છે અને તેને તમે કમર પર બેલ્ટની જેમ પહેરી શકો તેટલી ફ્લેક્સિબલ હોય છે.

-------------------------------------

થય્યમ: થય્યમ એક ડાન્સ પ્રકાર છે, જે કેરળના ઉત્તરભાગમાં ટ્રાયબલ ડાન્સ તરીકે જોવામાં આવે છે. થય્યમનો મિનિંગ’ થાય છે દૈવમ એટલે કે દેવોની સ્ટોરી. એમાં માઈથોલોજીકલ સ્ટોરીને વણવામાં આવેલી હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો