તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કરદાતા તૈયાર રહે, ૨૨૦૦ કરોડ ઉસેટવા રેવન્યુ વિભાગો ૪૪ ગણુ જોર લગાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરદાતા તૈયાર રહે, ૨૨૦૦ કરોડ ઉસેટવા રેવન્યુ વિભાગો ૪૪ ગણુ જોર લગાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
રેવન્યુ ડિપા‌ર્ટમેન્ટ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો મહિ‌નો કલેકશનની દૃષ્ટિએ નબળો રહ્યો હતો. ૬૦ દિવસના ગાળામાં અધિકારીઓએ રૂપિયા ૧૦૦ કરોડનું કલેકશન કર્યું. જ્યારે હવે બાકી એક મહિ‌ના માટે વિવિધ વિભાગોએ રૂપિયા ૨૨૦૦ કરોડ મેળવવાના છે. જેનું સર્વાધિક ટેન્શન તો આખરે કરદાતાઓ પર જ આવવાનું છે. મંદીની બૂમો વચ્ચે જાણકારો કહે છે કે ૩૦ દિવસના ગાળામાં રૂપિયા ૨૨૦૦ કરોડ મેળવવા કપરાં છે. આ વખતે વેટ, ઇન્કમટેક્સ અને સર્વિ‌સ ટેક્સ વિભાગ ટાર્ગેટની નજીક પહોંચે તો પણ ભયોભયો કહેવાશે.
જાન્યુઆરીથી ફેબ્રુઆરીના ગાળામાં આવકવેરા વિભાગે સર્વાધિક કલેકશન કર્યું છે. જો કે, આ દરમિયાન કરદાતાઓ માટે રાહતની વાત એ હતી કે ઇન્સ્પેક્ટ‌ર્સની હડતાળ હોવાને લીધે મેગા સર્ચ ઓપરેશન એક જ રહ્યું હતુ જેમાં રૂપિયા પ૩ કરોડની બેનામી આવક મળી હતી. બિલ્ડર ઓમસાઇ ગ્રુપનું ૨પ કરોડનું કાળું નાણું જ્યારે અન્ય સરવે અને ટીડીએસ કલેકશન ૯૦ કરોડની નજીક રહ્યું હતું. અધિકારીઓએ કલેકશનમાં પણ બિલ્ડરોને જ મોટાભાગે ટાર્ગેટ બનાવ્યા હતા. જ્યારે ટેક્સટાઇલ બીજા ક્રમે રહ્યું હતું. આ ઉપરાંત સર્વિ‌સ ટેક્સ અને વેટ વિભાગે ૧૦થી ૧૨ કરોડની બેનામી આવક શોધી હતી. હવે તમામ રેવન્યુ વિભાગ માટે આવનારા ૩૦ દિવસ મહત્વના સાબિત થઈ જશે. એક મહિ‌નામાં વેટને ૧૨૦૦ કરોડ, આઈટીને ૭૦૦ કરોડ અને સર્વિ‌સ ટેકસ તથા એકસાઇઝને ૩૦૦ કરોડની જરૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો