તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મુસ્લિમોની માફી માગવાના પ્રશ્ને ભાજપે ફેરવી તોળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસ્લિમોની માફી માગવાના પ્રશ્ને ભાજપે ફેરવી તોળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવી દિલ્હી/ મુંબઇ
મુસ્લિમો પાસે માફીના પ્રશ્ન અંગે એક દિવસમાં જ ભાજપે ફેરવી તોળ્યું છે. બુધવારે પક્ષના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું, રાજનાથસિંહે ભૂતકાળની કોઇ વાત માટે માફી માગી નથી.’ જ્યારે શિવસેના નેતા સંજય રાઉતે પણ કહ્યું છે કે ભાજપે મુસ્લિમો પાસે માફી માગવાની જરૂર નથી. મને લાગતું નથી કે કોઇએ ગોધરા મુદ્દે ((ગુજરાતના રમખાણો)) અંગે માફી માગવાની જરૂર છે. બાબરી મસ્જિદનું માળખું ધ્વસ્ત કરવા અંગે પણ માફી માગવાની જરૂર નથી.’
જાવડેકરે જણાવ્યું કે રાજનાથે મુસ્લિમો પાસે ભૂલો માટે માફી માગી નથી. જો કે તેમાં પણ સીધી રીતે કશું કહ્યું ન હતું. મંગળવારે રાજનાથે કહ્યું હતું કે જો અમારાથી કોઇ ભૂલ થઇ હોય તો અમે માથું ઝુકાવીને માફી માગવા તૈયાર છીએ. રાષ્ટ્રનિર્માણ માટે ભાજપને મત આપવાની તેમણે મુસ્લિમોને અપીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો