તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઉત્તરાખંડની રાહત સામગ્રી ૃચ્ ’વિવાદમાં નિવેદનો લેવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડની રાહત સામગ્રી ૃચ્/’વિવાદમાં નિવેદનો લેવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ઉત્તરાખંડમાં થયેલા જલ પ્રલય વખતે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડ‌ર્સ એસોસીએશન ((ફોસ્ટા)) દ્વારા ઉઘરાવવામાં આવેલી રાહત સામગ્રીના પા‌ર્સલ સમયસર જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચ્યા નથી. આ પા‌ર્સલો હજુ પણ ફોસ્ટાના આગેવાનોએ સંગ્રહ કરીને પોતાના લાભ માટે રાખ્યાનો આક્ષેપ ફોસ્ટાના ડિરેક્ટરે કર્યો હતો. આ અંગે સલાબતપુરા પોલીસને અરજી કરવામાં આવતા ફોસ્ટાના પ્રમુખ અને સેક્રેટરીનું પોલીસે નિવેદન લીધુ હતું.
ફોસ્ટાના ડિરેક્ટર ધનપત જૈને પ્રમુખ સંજય જગનાની સામે સીધો આક્ષેપ કરીને સલાબતપુરા પોલીસને એક અરજી આપી હતી. આ અરજીમાં જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડની હોનારત વખતે શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી રોકડ રકમ સહિ‌ત ચીજ વસ્તુઓ ઉઘરાવવામાં આવી હતી. રાહત સામગ્રીના ૨૦૦ પા‌ર્સલ તૈયાર કરાયા હતા. પરંતુ તે પૈકીની મોટા ભાગની રાહત સામગ્રી ઉત્તરાખંડના અસરગ્રસ્તોને પહોંચતી કરવામાં આવી નથી. રોકડ રકમની પણ ઉચાપત થયાની આશંકા છે. ધનપત જૈને જણાવ્યુ કે, પોલીસ દ્વારા તપાસ કરીને ગુનો દાખલ કરવામા નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ કો‌ર્ટના દ્વાર ખખડાવીને સીઆરપીસી ૨૦૨ મુજબની ઇન્કવાયરીની પણ માંગણી કરવાના છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠવાએ બુધવારે સાંજે ફોસ્ટાના પ્રમુખ સંજય જગનાની અને સેક્રેટરી બજરંગલાલના નિવેદનલઇ અરજીના તપાસની કાર્યવાહી આગળ ધપાવી હતી. ફોસ્ટા પ્રમુખે એવુ જણાવ્યુ છે કે, જે તે સમયે થયેલા નિર્ણયો પ્રમાણે આવશ્યકતા હતી ત્યાં પા‌ર્સલો મોકલાયા છે અને તેના ઠરાવો પણ કરાયા છે. જે પા‌ર્સલ વધ્યા છે તેનું પણ આવશ્યક લોકોને દાન આપવામાં આવનાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો