તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રણમાં છૂટા પડેલા સીરિયાનાં બાળકોની તસવીરો ચર્ચામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં છૂટા પડેલા સીરિયાનાં બાળકોની તસવીરો ચર્ચામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિરિયામાં માર્ચ ૨૦૧૧ બાદથી ગૃહ યુદ્ધ ચાલુ છે. સૌથી વધુ દયનીય હાલત એ લોકોની છે, જેમને દેશમાંથી પલાયન કરવું પડયું છે. તેમાં પણ બાળકોની ભાવનાઓને સૌથી વધુ ઠેસ પહોંચી છે. તાજેતરમાં સિરિયાથી રણમાં થઈને શરણાર્થીઓનો એક કાફલો જો‌ર્ડ‌ન જઈ રહ્યો હતો. તેમાં ચાર વર્ષનો મારવાં તેના પરિવારથી વિખૂટો પડી ગયો. તેના પરિવારને એ અંદાજ નહોતો કે મારવાં તેમની સાથે નથી. થોડા સમય બાદ સંયુક્ત રાષ્ટ્ર ((યુએન)) શરણાર્થી પંચની ટીમ મારવાંને લઈને તે કાફલા સુધી પહોંચી અને પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું. ટીમના એક સભ્ય એંડ્રિવ હાર્પરે તે તસવીર ટ્વીટર પર અપલોડ કરી. ત્યાર બાદ તો જાણે મારવાની વાર્તા આખી દુનિયામાં પહોંચી ગઈ અને વિવાદ સર્જા‍ઈ ગયો.
ધ ગાિ‌ર્ડ‌યનના ફોટોગ્રાફર શિવ મલિકે બીજો ફોટો પોસ્ટ કર્યો, જેમાં મારવાને અન્ય બાળકો સાથે બતાવાયો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બાળક વિખુટો પડયો નહોતો. તે પોતાના પરિવારથી માત્ર ૨૦-૨૨ પગલાં જ દૂર હતો. તેમણે એડ્રિંવની વાર્તાને ખોટી ગણાવી. આ વિવાદ પર અન્ય લોકોએ પણ ટ્વીટ કરી. સીએનએન ઈન્ટરનેશનલની એન્કર હાલા ગોરાનીએ વિશ્વભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું. તેમણે શિવ મલિકને તીખી કોમેન્ટ કરી. તેમણે લખ્યું કે માસૂમ બાળક મારવાંને પોતાના પરિવાર સુધી પહોંચાડવામાં મદદની જરૂર હતી અને તે યૂએનની ટીમે કરી. આ એવી ઘટના નથી, જેની મજાક ઉડાવી શકાય. સીરિયાના શરણાર્થીઓને જો‌ર્ડ‌ન, તૂકીર્ અને લેબનોનના શરણાર્થી શિબિરોમાં રાખવામાં આવી રહ્યા છે. તેમાં ૧૩ લાખથી વધુ એવા બાળકો છે, જેમણે પલાયનનો કડવો ઘૂંટ પીવો પડયો છે.ઇેૃે.ેૂ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો