તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાંડેસરા ડબલ મ‌ર્ડ‌ર કેસના પાંચ આરોપી ચાર દિવસના રિમાન્ડ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંડેસરા ડબલ મ‌ર્ડ‌ર કેસના પાંચ આરોપી ચાર દિવસના રિમાન્ડ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પાંડેસરાની આવેલી રાજસન્સ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલમાં ભંગાર ચોરવા માટે ઘુસેલી તસ્કર ટોળકીએ ઝડપાઇ જવાના ડરથી બે વ્યક્તિને માથામાં ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં પોલીસે પાંચ તસ્કરોને ઝડપી લઇ તેમના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પાંડેસરા જીઆઇડીસી ખાતે રાજસન્સ ડાઇંગ મિલમાં સોમવારે મધરાત બાદ રાજકુમાર પાસવાન સહિ‌ત દિપુ પદારથ યાદવ, સુરજ ફુલચંદ શાહુ, પ્રતાપ રાજેન્દ્ર રામ કહાર, રાજુ પારસનાથ પાસવાન અને અરવિંદ ઉર્પે બિટ્ટ સીતારામ ગૈતમ ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા. આ તમામને ઝડપવા માટે સિક્યુરીટી ગા‌ર્ડે‌ પોલીસને જાણ કરતા પોલીસ આવી ત્યારે તસ્કરો દિવાલ કુદીને ભાગ્યા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરી રહેલા ચ્હાની લારીવાળા રમેશભાઇ અને સિક્યુરીટીગા‌ર્ડ‌ દેવીદાસને આ તમામે માથામાં લાકડી અને ફટકાના સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના બાદ પાંડેસરા પોલીસે પાંચ આરોપીને ઝડપી પાડયા હતા. આ તમામને કો‌ર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. કો‌ર્ટે આ તા.૧લી માર્ચ સુધી રિમાન્ડ પર લેવા હુકમ કર્યો હતો. આ પ્રકરણમાં મુખ્ય આરોપી રાજકુમાર પાસવાન હજુ પોલીસની ગીરફથી દૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો