• Gujarati News
  • મહિ‌ધરપુરા હીરાબજારમાં હવે ચોમાસામાં પાણી નહીં ભરાય

મહિ‌ધરપુરા હીરાબજારમાં હવે ચોમાસામાં પાણી નહીં ભરાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત
દરવર્ષે ચોમાસામાં પાણીના ભરાવા માટેની સમસ્યાથી પરેશાન મહિ‌ધરપુરા હીરાબજારને આગામી ચોમાસામાં આ તકલીફ માંથી છૂટકારો મળે તેમ છે. બુધવારે ડ્રેનેજ કમિટીમાં આ માટે વરસાદી ગટર નાંખવાનો એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. રામપુરા પાટીદાર ભવનથી લાલદરવાજા અમિષા હોટલ સુધીના વિસ્તારમાં રસ્તા નીચે વર્ષો જૂની ચણતરની વરસાદી ગટર છે. દરવર્ષે આ લાઈન ચોકઅપ થઈ જતી હોઈ, ઉપરથી ભારે વરસાદ થતો હોઈ પાણીના ભરાવાને લીધે હીરાબજારમાં ત્રાસદાયક સ્થિતિ નિર્માણ થતી રહી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને બેઝમેન્ટમાં સંખ્યાબંધ સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં પણ પાણી ભરાઈ જતાં હતાં. એટલે, આ વિસ્તારના ર્કોપોરેટર મનોજ લોટવાલાએ આ માટે પાટીદાર ભવનથી અમિષા હોટલ સુધીના રસ્તા ઉપર ૯૦૦ મિ.મિ વ્યાસની નવી વરસાદી ગટર નાખવા માટેની માગણી કરી હતી. તેમની કડાકૂટને પગલે બુધવારે મળેલી ડ્રેનેજ કમિટીએ આ માટે રૂ.૧ કરોડના ખર્ચના અંદાજને બહાલી આપી હતી.