તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રિક્ષા યુનિયનોએ શહેરમાં નવા દર પ્રમાણે ભાડુ દર્શાવતા બેનર લગાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષા યુનિયનોએ શહેરમાં નવા દર પ્રમાણે ભાડુ દર્શાવતા બેનર લગાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં કરેલા ઘટાડા બાદ શહેરના રિક્ષા ચાલક યુનિયનોના આગેવાનોએ પણ સામાન્ય મુસાફર ભાડામાં એક રૂપિયાથી માંડીને પાંચ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રિક્ષા યુનિયનના આગેવાનોની આ વાતને ધ્યાનમાં રાખીને શહેરના રિક્ષા ચાલકો પણ મુસાફરો પાસેથી નવા દર પ્રમાણે ભાડુ વસુલતા થયા છે. મુસાફરો અને રિક્ષા ચાલકોને નવા ભાડાના દર અગે માહિ‌તી મળી રહે તે માટે રિક્ષા યુનિયનના આગેવાનોએ શહેરના મુખ્ય એવા ચાર સ્થળો પર નવા ભાડાના દરના બેનર પણ લગાવ્યા છે.
સીએનજીના ભાવમાં ફેબ્રુઆરી માસના ૨૦ દિવસમાં બે તબક્કામાં થયેલા રૂ.૧૬.૩૦ પૈસાના ભાવ ઘટાડા બાદ શહેરના જયભારત ઓટો રિક્ષા યુનિયનના પ્રમુખ ધનજીભાઇ ચાવડા, વરાછા ઓટો રિક્ષા સંઘના જયંતિભાઇ પ્રજાપતિ, અધિકાર રિક્ષા ચાલક યુનિયનના ઓમપ્રકાશ શ્રીવાસ્તવ અને શ્રમજીવી ઓટો રિક્ષા ચાલક સંઘના સતપાલસીંગ રાણા સહિ‌તના નવ યુનિયનના આગેવાનોએ રિક્ષા ભાડાના દરમાં ઘટાડો કરવાનો આવકાર દાયક નિર્ણય લીધો હતો. રિક્ષા ચાલક યુનિયનના આગેવાનોની આ અપીલને માન આપીને શહેરના રિક્ષા ચાલકો પણ બુધવારે સવારથી જ નવા દર પ્રમાણે મુસાફરો પાસેથી ભાડુ વસુલવા લાગ્યા છે. શહેરના રિક્ષા ચાલક યુનિયનના આગેવાનો અનેરિક્ષા ચાલકોએ પોતાને સસ્તો ગેસ મળતો થયો હોવાથી તેનો તમામ લાભ પોતાના સુધી સિમિત ન રાખતા શહેરના છેવાડાના માનવી સુધી આ લાભ પહોંચે અને તેમેને પણ આર્થિ‌ક ભારણ ઓછુ થાય તેને ધ્યાનમાં રાખીને લીધેલા નિર્ણયને શહેરીજનોએ પણ આવકાર આપ્યો હતો.
આ ઉપરાંત શહેરના આ તમામ રિક્ષા યુનિયનના આગેવાનોએ લોકોને જાણકારી મળી રહે અને નવા દર પ્રમાણે જ રિક્ષા ચાલકો પણ સામાન્ય મુસાફર ભાડુ વસુલ કરે તેના માટે શહેરના રેલ વે સ્ટેશન પર આવેલી ટ્રાફિક ચોકી, ઉધના ચાર રસ્તા પર આવેલી ટ્રાફિક ચોકી, રિંગરોડ આરટીઓ કચેરી નજીક તેમજ અઠવા ગેટ ટ્રાફિક સર્કલ પાસે સુધારેલા રિક્ષા ભાડાના બેનર પણ બુધવારે મોડી રાત્રે લગાવ્યા છે. જેનાથી આમ આદમી અને રિક્ષા ચાલકોને પણ નવા દર અંગે કોઇ ગેરસમજ નહીં રહે. ગેસના ભાવ વધારા વખતે રિક્ષાભાડામાં વધારો કરનારા રિક્ષા ચાલકોના આ માનવીય અભિગમની શહેરના અબાલ વૃધ્ધ સહુ કોઇ દ્વારા પ્રશંશા કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો