• Gujarati News
  • સાયકલ પરથી પટકાતા ૩ વર્ષના બાળકનું મોત

સાયકલ પરથી પટકાતા ૩ વર્ષના બાળકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
લાલવાડી સલાબતપુરામાં રહેતા શ્રમજીવી પરીવારનો એક બાળક ગયા મંગળવારના રોજ ઘર પાસે રમી રહ્યું હતું.જે સાયકલ પર રમતા રમતા પટકતા માથામાં ઇજા પહોંચી હતી.જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા અંતે બુધવારે બપોરે મોત નિપજ્યું હતું. જીતુભાઇ રાઠોડ તેના પરિવાર સાથે લાલવાડી પાસે રહેતો હતો.તેનો પુત્ર નેહલ((૩))ગત મંગળવારના રોજ તેના ઘર પાસે રમી રહ્યો હતો.ત્યારે નજીકમાં પડેલી સાયકલ પર તે રમતા રમતા નીચે પટકાયો.જેના કારણે તેના માથાના ભાગે ઇજા પહોંચતા તેને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરાયો હતો.