તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સરથાણામાં સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરથાણામાં સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
સરથાણામાં સાસુ અને નણંદના માનસિક ત્રાસથી રત્નકલાકારની ૩૭ વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. ૧પ વર્ષના લગ્નગાળા દરમિયાન ખુબ ત્રાસ અપાતા કંટાળીને પરિણીતાએ આંત્યાતિક પગલું લઇ લીધુ હતું.
સરથાણા પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, સરથાણામાં સ્વામીનારાયણ સોસાયટીમાં ઘર નં. ૨૩૭માં રહેતા અને અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તરઘરી ગામના વતની તથા રત્નકલાકાર વિજયભાઇ ખીમાણીના ધર્મપત્ની રેખાબેને ((ઉ.વ.૩૭)) સાસુ અને નણંદના માનસિક ત્રાસથી કંટાળીને ૨૬મી ફેબ્રુઆરીએ સાંજે ૪ કલાકના અરસમાં અનાજમાં નાખવાની દવા પી આપઘાત કરી લીધો હતો. લગ્નગાળો પંદર વર્ષનો છે. સંતાનમાં બે બાળકો ધ્રુવીલ તથા કૌશલ છે. પતિ વિજય આપઘાત પહેલા પિત્નને કહેતો હતો કે સહન કરતા શીખો. સહનશક્તિ ખુટી જતા આપઘાત કરી લીધો હતો. વધુ તપાસ સરથાણા એએસઆઇ મહેશભાઇ મગનભાઇ કરી રહ્યા છે. રેખાબેનના આપઘાતના કારણે બંને બાળકો ધ્રુવીલ અને કૌશલ માતા વગરના બની ગયા છે. તેણી માનસિક રીતે કેટલી પડી ભાંગી હશે કે તેને બાળકો છતાં આપઘાત જેવું પગલું ભરી લીધું તે તપાસનો વિષય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો