તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કતારગામમાં રિક્ષા પલટી જતાં બેને ઈજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં રિક્ષા પલટી જતાં બેને ઈજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ કતારગામમાં રિક્ષામાં જતા બે પેસેન્જરો મોતના મુખમાંથી બચ્યા હતા. અકસ્માતમાં બે મુસાફરો રિક્ષામાં દબાઇ ગયા હતા. જોકે સદ્નસીબે તેઓનો બચાવ થયો હતો. સ્મીમેર હોસ્પિટલ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામમાં બે ઇસમો ગુણવંત ડાહ્યાભાઇ પટેલ ((ઉ.વ.૪૨, રહે. ૨૦૨, વનમાળી સોસાયટી, અમરોલી)) અને પુષ્પરાજ બલ્લુભાઇ ((રહે. ગણેશપુરા, અમરોલી)) રિક્ષામાં બેસીને ગજેરા સર્કલ પાસેથી પસાર થતા હતા. તેવામાં રિક્ષાચાલકે ગફલતભરી રીતે હંકારતાં રિક્ષા ઊધી વળી ગઈ હતી. જોકે જોખમ જોઇ ગયેલો રિક્ષાચાલક રિક્ષામાંથી ઉતરી ગયો હતો. આ ઘટનામાં મુસાફર ગુણવંતને ખભાના ભાગે અને પુષ્પરાજને ડાબા હાથ તથા માથાના ભાગે ઇજા થવા પામી હતી. બન્નેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો