તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહાશિવરાત્રી નિમિત્તે શક્કરિયાની ૧૦૦ ટ્રક ઠલવાઈલેવાલીખંભાતથી શહેરમાં આવતા શક્કરીયામાંથી અડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાશિવરાત્રી નિમિત્તે શક્કરિયાની ૧૦૦ ટ્રક ઠલવાઈલેવાલીખંભાતથી શહેરમાં આવતા શક્કરીયામાંથી અડધોઅડધ શક્કરીયા એકલા વરાછામાં ઠલવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
મહાશિવરાત્રીના પાવન પર્વે ફરાળમાં શક્કરિયાનો ઉપયોગ કરાતો આવ્યો છે. આ શક્કરિયા મોટા ભાગે કપડવંજ અને ખંભાતથી શહેરના બજારમાં આવે છે. માર્કેટમાં આવતા શક્કરિયાઓમાં બે પ્રકાર હોય છે. એક લાલ અને બીજા સફેદ. લાલ શક્કરિયા મોંઘા હોય છે. જ્યારે તેના પ્રમાણમાં સફેદ શક્કરિયા સસ્તા હોય છે. ઉપરાંત સફેદ શક્કરિયાનું ચલણ ઓછું રહે છે તેથી તેના ભાવ ઓછા હોય છે. આ માટે એપીએમસી માર્કેટમાં તા. ૨૬મીના રોજ ૧૦૦ ટ્રક ઠલવાઈ હતી. આ ૧૦૦ ટ્રક ગણતરી કરીએ તો ૧૦૦૦ ટન શક્કરિયા આવ્યા છે.
... તોય વરાછામાં ભાવ ઓછા
વરાછા વિસ્તારમાં ૧૦ ટનની લગભગ પ૦ જેટલી ટ્રકો એટલે કે પ૦૦ ટન ((પ લાખ કિલો)) શક્કરિયાનું બે દિવસમાં વેચાણ થશે. સફેદ શક્કરિયા,ખંભાતી લાલ શક્કરિયા અને કપડવંજ લાલ શક્કરિયા ૧પથી ૩૦ રૂપિયે કિલો બજારમાં વેચાઈ રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો