• Gujarati News
  • સૌરાષ્ટ્ર સમાચાર માટે પ્રેસનોટ

સૌરાષ્ટ્ર સમાચાર માટે પ્રેસનોટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલી કોલેજમાં શૈક્ષણિક ઈનામવિતરણ
કતારગામ: જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ. શાહ આ‌ર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમ‌ર્સ કોલેજમાં તા. ૨પ-૨-૨૦૧૪ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામવિતરણ સમારોહ યોજાયો હતો. કુલ ૪૭૨ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ અને પ્રમાણપત્રો અર્પણ કરી સન્માન કરાયું હતું.આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ અશ્વિન પટેલ, પ્રિન્સિપાલ ડો. કે.એન. ચાવડા તેમજ ઇનચાર્જ આચાર્યો પ્રો. એમ.વી. સોની અને નવિતા ગાંધી ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રા. આર.ડી. ઝાએ કરી હતી. આચાર્ય ડો. ચાવડાના નેતૃત્વ હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષણિક અને વહીવટી સ્ટાફે જહેમત ઉઠાવી હતી.