તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સચિનમાં વીજ પુરવઠો બંધ રહેતા દોઢ કરોડ મિટર કાપડનું ઉત્પાદન અટક્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિનમાં વીજ પુરવઠો બંધ રહેતા દોઢ કરોડ મિટર કાપડનું ઉત્પાદન અટક્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત
સતત બીજા દિવસે પણ સચિન જીઆઇડીસીનો વીજ પૂરવઠો ખોરવાયો હતો, ગેટકો તેના ખોટકાયેલા સબ-સ્ટેશનને રીપેર કરવા અસફળ રહી હતી. તેને કારણે ૧૧૦૦ જેટલા વીવીંગ યુનિટો બીજા દિવસે બંધ રહ્યાં હતા. તેને પરિણામે દોઢ કરોડ મીટર કાપડનું પ્રોડકશન ઠપ્પ થઇ ગયુ હતુ. અકળાયેલા ઉદ્યોગપતિઓએ ડીજીવીસીએલના વડા આઇ.ઝેડ.પટેલનો ઘેરો ઘાલ્યો હતો. ઉદ્યોગપતિઓ અને ડીજીવીસીએલના આ ઉચ્ચ અધિકારીઓ વચ્ચ ચડભડ થઇ હતી. દરમિયાન ગેટકો અને ડીજીવીસીએલ દ્વારા સબ-સ્ટેશનની બેરલ રીપેર કરવા માટેની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. અલબત્ત આ સબ-સ્ટેશન ચાલુ ન થતા આ કામગીરીને પૂર્ણ થવા હજુ ગુરૂવારનો વાયદો ગેટકોના અધિકારીઓ કરી રહ્યાં છે. અલબત્ત અકળાયેલા ઉદ્યોગપિતઓએ ગુરૂવારનાં રોજ શિવરાત્રી હોવાને કારણે તેમના યુનિટોના કારીગરોને રજા ઘોષિત કરી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો