તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સહારા દરવાજાની ફઇક બેંકમાં વિદ્યાર્થીને ભોળવી ગઠિયા ૧૦ હજાર સેરવી ગયા!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહારા દરવાજાની ફઇક બેંકમાં વિદ્યાર્થીને ભોળવી ગઠિયા ૧૦ હજાર સેરવી ગયા!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
વડોદરા ખાતે અભ્યાસ કરતા નાના ભાઈના કોલેજની ફી ભરવા સહારા દરવાજા પાસેની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામા રૂપિયા જમા કરવા ગયેલા અમરોલી કોલેજના એક વિદ્યાર્થીને ભેટી ગયેલા બે હિ‌ન્દી ભાષી ઠગો વાતચીતમાં ભોળવી શ‌ર્ટના ખિસ્સામાંથી રૂપિયા ૧૦ હજારની ચોરી કરી લઈ ગયા જતા બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી.
સલાબતપુરા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પુણા બોમ્બે માર્કેટ રોડની અર્ચના સ્કૂલની બાજુમા હરીધામ સોસાયટી ખાતે રહેતા હિ‌મતભાઈ આહીરનો મોટો પુત્ર હિ‌તેશ અમરોલી કોલેજમા ટી.વાય.બીકોમમા અભ્યાસ કરે છે. તે ૧૨ ફેબ્રુઆરીના રોજ સહારા દરવાજા ખાતે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં રૂપિયા ૧૦ હજાર તેના વડોદરા ખાતે ભણતા નાના ભાઈની ફી માટે જમા કરાવવા ગયો હતો. દરમિયાન બે અજાણ્યા ૩૦ થી ૩પ વર્ષીય ઈસમો હિ‌ન્દી ભાષામાં વાતચીત કરતા હતા. તેઓએ બેંકની અંદર સ્લીપના કાઉન્ટર પાસે હિ‌તેશને સ્લીપ ભરવા બાબતે વાતચિતમાં લઈ બીજાએ નજર ચુકવીને હિ‌તેશના શ‌ર્ટના ખિસ્સામાંથી રોકડા ૧૦ હજારની ચોરી કરી લઈ બંને તુરંત પલાયન થઈ ગયા હતા. થોડો સમય બાદ હિ‌તેશને રૂપિયા જમા કરાવવા જતા ખિસ્સામાં રોકડા રૂપિયા જણાયા ન હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો