તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દેશમાં સૌપ્રથમ સુરતમાં કાપડની ક્વોલિટી કોટિંગ સુધારવા પ્રયોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં સૌપ્રથમ સુરતમાં કાપડની ક્વોલિટી-કોટિંગ સુધારવા પ્રયોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં પહેલીવાર સુરતમાં મેન મેઇડ ટેક્સટાઇલ રીસર્ચ એસોસિયેશને પ્લાઝમા ટેકનોલોજી શરૂ થઈ
ભાસ્કર ન્યૂઝ. સુરત
ભારતમાં પહેલીવાર સુરતમાં પ્લાઝમા એપ્લીકેશનની ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી છે જે સુરતના કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી શકે તેમ છે. ૧૦ લાખ રૂપિયાનું પ્લાઝમા મશીન બુધવારે રીંગરોડ પર આવેલા મેન મેઇડ ટેક્સટાઇલ રીસર્ચ એસોસિયેશન ((મંત્રા)) ખાતે રજૂ કરવામાં આવ્યું છે. શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને પ્લાસમાનો ફાયદો કેવી રીતે મેળવી શકાય તેની સમજ આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ટેક્સટાઇલનું હબ છે એટલે નવા નવા સંશોધનો થતા રહે છે જેને કારણે સુરતે વર્ષોથી ટેક્સટાઇલમાં નામ જાળવી રાખ્યું છે. કેન્દ્રના ડીપા‌ર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની ગ્રાન્ટમાંથી નવી દિલ્હીમાં આવેલી ઇિન્સ્ટીટયૂટ ઓફ પ્લાઝમા રીસર્ચ દ્રારા ટેક્નોલોજી મશીન ડેવલપ કરવામાં આવ્યું છે જેની પર રીસર્ચનું કામ મંત્રામાં કરવામાં આવશે.બુધવારે મંત્રા ખાતે એપ્લીકેશન ઓફ પ્લાઝમા ઇન ટેક્સટાઇલ્સ પર એક પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેસીલીએશન સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રીઅલ પ્લાઝમા ટેકનોલોજીના વૈજ્ઞાનિક ડૉ. એસ. કે. નેમાએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને સમજ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો