• Gujarati News
  • ઘનશ્યામનગરમાં ૧૦ વર્ષથી સફાઈ જ નહીં

ઘનશ્યામનગરમાં ૧૦ વર્ષથી સફાઈ જ નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્શન ગલાની, વરાછા
વરાછાના લંબે હનુમાન પોલીસ ચોકી પાસે આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના નામે માત્ર મીંડુ છે જેના કારણે આ વિસ્તારના રહીશો ત્રસ્ત થઈ ચૂકયા છે. આ મુદ્દે અવારનવાર પાલિકાને રજૂઆત કર્યા બાદ હાલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ સોસાયટી વર્ષોથી ગટરના પાણી ઉભરાય છે છતાં પાલિકાના પગ ત્યાં પહોંચ્યા નથી.
અહીં સ્ટ્રોમ ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા, વોટર ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી, સાફ સફાઇના અભાવે સોસાયટીની હાલત ધણી વગરના ઢોર જેવી થઈ ગઈ છે.
વરાછામાં આશરે ૩પ વર્ષ જૂની ઘનશ્યામ નગર સોસાયટીમાં પાલિકાની અધકચરી કામગીરીના કારણે સોસાયટીને પ્રાથમિક સુવિધા ના નામે માત્ર ડીંગો જ બતાવાયો છે, આજે પણ લોકોએ વેચાતું પાણી લેવું પડે છે, જાતે રસ્તાઓની સફાઈ કરાવવી પડે છે.
આશરે ૭૦૦ મકાનોવાળી સોસાયટીમાં પ૦૦૦થી વધુ એમ્બ્રોઇડરીના કારીગરો કામ કરી રહ્યાં છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લાં વર્ષોમાં વરાછા ઝોન કે તેના સફાઈ કામદારો ક્યારેય અહીં ફરકતા શુધ્ધા નથી.
ચારેકોર ધૂળ, કચરાના ઢગલાં અને ગટરો ઉભરાવાથી થતી દુગ્ર્‍ાંધની સમસ્યા અહીં મોં ફાડીને ઊભી છે. તેથી લોકોના આરોગ્યને પણ અસર કરે છે.