તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અશ્વિનીકુમાર અને ફૂલપાડામાં ચાર સોસાયટીઓમાં મેગા ડિમોલીશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અશ્વિનીકુમાર અને ફૂલપાડામાં ચાર સોસાયટીઓમાં મેગા ડિમોલીશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દિનપ્રતિદિન તણાઈ રહ્યાં છે, આવા નવા બંધાતા મંજૂરી વગરના બાંધકામોને દૂર કરવાની એડિશનલ સિટી ઈજનેર ખાટીવાલાની સુચનાથી વરાછા ઝોન દ્વારા ડિમોલિશન અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત ટી.પી.સ્કીમ નંબર-૪ અશ્વિનીકુમાર-નવાગામ ખાતે ફા.પ્લોટ નંબર ૧૧૬મા તાસની વાડીમાં મિલકતદાર કિરીટભાઈ કાંગરીવાલા દ્વારા પ્રથમ માળનું બાંધકામ શરૂ કરાયું હતું. તેને દૂર કર્યા બાદ ડિમોલિશન સ્ટાફ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર ૧,૨,૩,માં જવાહર પટેલના મંજુર પ્લાન વિરુદ્ધ ભોંયતળિયે માર્જિનમાં ટોયલેટ તથા રૂમોનું બાંધકામ શરૂ કરાતાં તોડી પડાયું હતું. જ્યારે અશ્વિનીકુમારના ફાઇનલ પ્લોટ નંબર ૧પ૨ પૈકીમાં પ્લોટ નંબર ૧માં મિલકતદારે ગેરકાયદે તાણી બાંધેલા ચોથા માળે ચણતર કોલમ કરી શટરિંગનું કામ શરૂ ક્ર્યું હતું, જેને દૂર કરાયું હતું તથા વહીવટી ચાર્જ પેટે રૂપિયા પ૦ હજાર વસૂલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ફૂલપાડા ટી.પી.સ્કીમ નંબર ૧પ ફા.પ્લોટ નંબર પ ખાતે આવેલી શ્વેતા પાર્ક સોસાયટીમાં ગાળા નંબર પ૦ તથા પ૧માં મિલકતદાર ઘનશ્યામભાઈ ભુવાએ પરવાની વગર ભોંયતળિયે ચણતર, કોલમ કરી શટરિંગ કામ શરૂ કરતાં તેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
પાલિકાના વરાછાઝોન દ્વારા છેલ્લાં કેટલાય સમયથી વરાછામાં ઓપરેશન ડિમોલીશનની ઝૂંબેશ ચલાવવામાં આવે છે પરંતુ અહીં ચારેકોર ગેરકાયદે બાંધકામોની ભરમાર છે, જેમાં ઇમ્પેક્ટ ફી ભરીને પણ કેટલાક બાંધકામો કાયદેસર થી શકે તેમ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો